બૉલીવૂડ અભિનેતા સની દેઓલ જેને પંજાબના ગુરદાસપુરમાં ભાજપની બેઠક પરથી જીત મેળવી છે. પરંતુ લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં એક ટીવી શો ના એન્કરે લાઈવ શોમાં સની દેઓલના બદલે ભુલથી સની લિયોનનું નામ લીધું હતું.
લોકસભા ચૂંટણી પરિણામમાં TV એન્કરની ભૂલને લઈ સની લિયોની થઈ ટ્રેન્ડ - gujaratinews
મુંબઈ: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર થયું છે. પરંતુ સોશિયલ મીડિયા પર સની લિયોન ટ્રેંડ થઈ રહી છે. સની લિયોની ચૂંટણી મેદાનમાં ઉતરી ન હોવા છતાં ચર્ચામાં છે.
સન્ની લિયોની
ત્યારથી વિડીયો સૌશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સની લિયોને પણ વીડિયોને લઈ ટ્વીટ કર્યુ કે, હું કેટલા વૉટથી આગળ છું. ત્યારબાદ સની લિયોનનું ટ્વિટ પર વાયરલ થઈ રહ્યું છે.
અભિનેત્રી સની લિયોન 2012માં મહેશ ભટ્ટની ફિલ્મ જીસ્મ 2થી બૉલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે રાગિની એમ.એમ.એસ 2, હેટ સ્ટોરી 2, મસ્તીજાદે અને રર્ઈસ ફિલ્મમાં જોવા મળી હતી.