ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Covid 19 : એક્તા કપૂરે ઉતારી પોતાની વીંટીઓ, આ છે કારણ - Gujarati News

એક્તા કપૂરને જ્યારથી ખબર પડી છે કે, સાબુના ઉપયોગને લીધે તેને એલર્જી થઇ છે તો તેમણે પોતાની વીંટીઓ ઉતારી છે. નિર્માતાએ એક વીડિયો પોસ્ટ કરી જેમાં તે પોતાની વગર વીંટીઓવાળી આંગણીઓ બતાવતી જોવા મળી રહી છે.

Etv Bharat, Gujarati News, Bollywood News, CoronaVirus, ekta kapoor
ekta kapoor

By

Published : Apr 7, 2020, 3:09 PM IST

મુંબઇઃ જ્યોતિષમાં વિશ્વાસ રાખનારી નિર્માતા એક્તા કપૂરે હંમેશા પોતાની વીંટીઓ અને બ્રેસલેટ પહેરીને સ્પૉટ કરવામાં આવી છે. જો કે, સોમવારે ટીવી કન્ટેન્ટની ક્વિને પોતાની આંગળીઓમાં વીંટી નીકાળવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે, કોરોના મહામારીથી બચવા માટે તે સાબુ અને સેનિટાઇઝરનો વધુ પડતા ઉપયોગને કારણે એલર્જી થઇ છે.

ekta kapoor

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા વીડિયો શેર કર્યો હતો જેમાં તે વગર વીંટીએ જોવા મળી હતી.

ekta kapoor

એક્તાએ આ વીડિયો કેપ્શનમાં લખ્યું કે, 'આ વચ્ચે વધુ સમાચાર, થાનોસે બિલ્ડિંગ છોડી દીધી છે... તેણે દુનિયાને વધુ બર્બાદ કર્યો છે... મજાક કરી રહી છું... #ગોઇંગહેન્ડ્સફ્રી #વનહેન્ડએટએટાઇમ'

એક્તાના આ વીડિયોથી સોશિયલ મીડિયા યુઝર્સમાં ઉત્સુક્તા જાગી છે, જેમાં ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ પણ હાજર હતા. જે ખૂબ જ ચોંકી ગયા હતા.

અભિનેત્રી હિનાએ કમેન્ટ કરી કે, 'આ કઇ રીતે થયું...'

હિનાના કોમેન્ટનો જવાબ આપતા એક્તાએ લખ્યું કે, 'સાબુ અને સેનિટાઇઝરના વધુ પડતા ઉપયોગથી એલર્જી. નાના બ્રેક બાદ પરત ફરીશ...'

એક યુઝરે તેને પૂછ્યું કે, તમે કેટલા વર્ષોથી આ વીંટીઓ પહેરી છે. એક્તાએ જવાબ આપ્યો કે, '2003થી મેં આ શરું કર્યું છે.'

ABOUT THE AUTHOR

...view details