મુંબઈ: ટેલિવિઝન સિરીયલ નિર્માતા એકતા કપૂરે એક ઉદાહરણ આપતા લોકાઉનમાં ફોટોગ્રાફરનું સમર્થન કર્યુ હતું. નિર્માતાએ આ પડકારજનક સમય દરમિયાન ફોટોગ્રાફરના પરિવારની સહાયતા કરવા માટે તેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. સેલિબ્રિટીએ ફોટોગ્રાફર્સ સહિત અન્ય લોકોનાની સાથે એક્તા કપૂરને આ મહામારીમાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો.
લોકડાઉનમાં એક્તા કપૂરે ફોટોગ્રાફરને કરી મદદ - એક્તા કપૂર ન્યૂઝ
એકતા કપૂરે ફરી એકવાર કોરોના વાઈરસના જોખમની વચ્ચે મદદ માટે હાથ લંબાવ્યો છે. તેમણે બોલીવૂડના ફોટોગ્રાફરોના પરિવારને આર્થિક સહાય કરી છે. એકતા કપૂરે ફોટોગ્રાફરના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી તેને મદદ કરી છે.
ekta kapoor
આ પહેલા પણ એક્તા કપૂરે અનેક લોકો મદદ કર હતી. હાલમાં જ નિર્માતાએ કહ્યું હતું કે, બાલાજી કંપની ટેલીફિલ્મ્સે પોતાના સહકર્મીઓને મદદ કરી હતી. તેમજ એક વર્ષના પગારની ચૂકવણી કરી હતી. આ સિવાય આ મહામારીના પ્રભાવ સામે લડવાના એકતા વિભિન્ન રાહત ભંડોળમાં દાન કરી ચૂકી છે.