- વર્ષ 2020 અને 2021પદ્મ પુરસ્કારો
- એકતા કપૂરને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
- એકતાના પદ્મશ્રીએ તે તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો
મુંબઈ: ટીવી નિર્માતા એકતા કપૂરને(Ekta Kapoor) તાજેતરમાં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી (Padma Shri)નવાજવામાં આવ્યા છે. જોકે, એકતાએ અનેક પડકારોનો સામનો કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. તેમના માટે અહીં પહોંચવું સરળ નહોતું. તેની ક્ષમતા પર શંકા કરનારા ઘણા લોકો હતા. એકતાના પદ્મશ્રીએ તે તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી ત્યારે હું માત્ર 17 વર્ષની હતી
પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા એકતાએ કહ્યું કે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(The film industry) શરૂઆત કરી હતી જ્યારે હું માત્ર 17 વર્ષની હતી. મેં સતત સાંભળ્યું છે કે હું વસ્તુઓ કરવા માટે 'ખૂબ નાની', 'ખૂબ કાચી' અને 'ખૂબ ઉતાવળમાં' છું.
કોઈપણ કામ વહેલું શરૂ કરવું એ શક્તિની નિશાની
પરંતુ, તે દ્રઢપણે માને છે કે કોઈપણ કામ વહેલું શરૂ કરવું એ શક્તિની નિશાની છે. તેમણે આગળ કહે છે કે વર્ષોથી મને સમજાયું છે કે તમારા સપનાને જીવવા માટે ક્યારેય વહેલું નથી હોતું અને ખૂબ નાનું હોવું એ કદાચ શ્રેષ્ઠ બાબત છે. આજે, મને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો છે, હું અત્યંત ખુશ છું.
એક વિલન રિટર્ન્સ, 2014ની એક્શન થ્રિલર એક વિલનની સિક્વલ
નિર્માતાએ તેના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઓલ્ટ બાલીજી (Alt Balaji) સાથે ડિજિટલ સ્પેસમાં પણ એક છાપ બનાવી છે. તેની આગામી પ્રોડક્શન, એક વિલન રિટર્ન્સ, 2014ની એક્શન થ્રિલર એક વિલનની સિક્વલ છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, દિશા પટણી, તારા સુતારિયા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. મોહિત સૂરી દ્વારા નિર્મિત આ ફિલ્મ 8 જુલાઈ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.