ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ પર 'કોરોના ઈફેક્ટ', શૂટિંગ બંધ - china coronavirus precautions

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત છે. મોટા ભાગના ઉદ્યોગો પર કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. બોલિવુડમાં પણ કોરોના વાયરસની દેહશત જોવા રહી છે. એકતા કપૂરે પોતાના પ્રોડક્શન હાઉસ બાલાજીનું શૂટિંગ બંધ કરી દીધું છે.

etv bharat
etv bharat

By

Published : Mar 18, 2020, 10:52 AM IST

એકતા કપૂરનું બાલાજી ટેલીફિલ્મસ લિમિટેડ, બાલાજી મોશન પિક્ચર, ALT બાલાજીને બંધ કરવાનો વારો આવ્યો છે. કોરોના વાયરસના ભયના કારણે એકતા કપૂરે આ નિર્ણય લીધો છે. એકતાએ સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી છે.

એકતા કપૂરે કહ્યું કે, અમારે ત્યાં કામકરનારની સેફટી મોટી પ્રાથમિકતા છે. કોરોના ભય વચ્ચે બાલાજી ટેલિફિલ્મસ લિમિટેડ, બાલાજી મોશન પિક્ચર, ALT બાલાજીમાં બધાજ કામ પર બ્રેક લગાવવામાં આવી છે.

એકતા કપૂરે આ વાયરસથી બચવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે. એકતા કપૂરે તેમના પ્રોડ્કશન હાઉસે કેટલીક સુપર હિટ સીરિયલ અને ફિલ્મ આપી છે. ટીવીમાં તેમના ટ્રેક રેકોર્ડ શાનદાર છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ફિલ્મ સંસ્થાઓએ નિર્ણય લીધો હતો કે, કોઈ પણ ટીવી સીરિયલ કે, ફિલ્મનું શૂટિંગને 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, ક્યારે કોરોના વાયરસનો પ્રભાવ ઓછો થાય અને ટીવી અને ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝ ફરી ટેક પર આવે. કારણ કે, કોરોનાને લઈ ટીવી અને ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details