મુંબઈ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની શંકાસ્પદ મોતના કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી EDએ બુધવારે તેમની ટેલેન્ટ મેનેજર જયા સાહાને સમન્સ પાઠવ્યું છે.
EDના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એજન્સીએ અગાઉ પણ સાહાની પૂછપરછ કરી હતી અને હવે તેને ફરીથી હાજર રહેવા જણાવ્યું છે. ખરેખર, ED હવે ડ્રગના એંગલ વિશે પૂછપરછ કરવા માંગે છે.
તમને જણાવવામાં આવે તો રિયા અને સાહાની ચેટ લીક થયા પછી તપાસમાં આ નવો એંગલ બહાર આવ્યો છે.
સાહાક્વોન ટેલેન્ટ એજન્સીમાં સલાહકાર હતી અને તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ટેલેન્ટ મેનેજર પણ હતી.
EDએ ડ્રગ એંગલની તપાસ માટે પહેલાથી જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની મદદ માંગી છે. EDના સૂત્રો જણાવ્યા અનુસાર, રિયાના વોટ્સએપ ચેટ પર 'હાઇ ડ્રગ્સ' અને 'એમડીએમએ' વિશેની ચર્ચા થોડા દિવસો પહેલા બહાર આવી હતી.
વધુમાં જણાવીએે તો EDએ રિયાના ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પહેલાથી જપ્ત કરી લીધા હતા. EDએ સીબીઆઈ અને એનસીબી સાથે તપાસ બાદ મળેલા તારણો પણ શેર કર્યા છે.
જો કે, રિયાના વકીલ સતીષ માનશીંદેએ એક નિવેદનમાં ડ્રગ એંગલને નકારી કાઢતાં કહ્યું હતું કે, રિયા ક્યારેય ડ્રગ્સ લેતી નથી અને તે પણ લોહીની તપાસ કરાવવા માટે તૈયાર છે.
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ રિયા ચક્રવર્તીની કથિત ડ્રગ ચેટ સામે ગુનાહિત કૃત્ય જણાવી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સુશાંતના પિતા કે.કે.સિંહ દ્વારા પટણામાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો છે કે, સુશાંતના કોટક મહિન્દ્રા બેંક ખાતામાંથી અજાણ્યા બેંક ખાતાઓમાં રૂપિયા 15 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
EDએ આ મામલે અત્યાર સુધીમાં રિયા, તેના પિતા ઇન્દ્રજિત, ભાઈ શોવિક અને તેની મેનેજર શ્રુતિ મોદી સહિત કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા છે.