ગુજરાત

gujarat

ETV Bharat / sitara

યામી ગૌતમને EDએ મોકલી નોટિસ, મની લોન્ડ્રિંગ કેસમાં 7 જુલાઈએ આપવો પડશે જવાબ - yami gautam

અભિનેત્રી યામી ગૌતમને EDએ બીજી વખત સમન્સ જારી કર્યું છે. પહેલું સમન્સ ગયા વર્ષે ઈસ્યૂ કર્યું હતું. ત્યારે યામી ગૌતમ લોકડાઉનના પ્રતિબંધને કારણે ED ઓફિસ પહોંચી શકી ન હતી. આ વખતે યામીને 7 જુલાઈએ ED ઓફિસમાં હાજર થવાનું ફરમાન થયું છે.

યામી ગૌતમ
યામી ગૌતમ

By

Published : Jul 2, 2021, 7:57 PM IST

  • અભિનેત્રી યામી ગૌતમને EDની નોટિસ
  • યામીને બીજી વખત નોટિસ ફટકારાઈ
  • યામીના ખાતામાં વિદેશી ચલણના ટ્રાન્ઝેક્શનમાં ગરબડ

નવી દિલ્હી(Bollywood News): અભિનેત્રી યામી ગૌતમને EDએ સમન્સ મોકલ્યું છે. તેની ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( FEMA )ના ઉલ્લંઘનના મામલામાં પૂછપરછ કરાશે. યામી ગૌતમને EDએ બીજી વાર એક જ મામલામાં સમન્સ ઈસ્યૂ કર્યું છે. પહેલું સમન્સ ગયા વર્ષે જારી કર્યું હતું, પણ લોકડાઉનને કારણે તે ED ઓફિસ પહોંચી શકી ન હતી. પણ હવે EDએ બીજુ સમન્સ જાહેર કરતાં હવે યામીને 7 જુલાઈએ ED ઓફિસમાં હાજર થવું પડશે.

આ પણ વાંચો: યામી ગૌતમે આસામી ગમોસાને નકાર્યો, હવે થઈ રહી છે ટ્રોલ

મની લોન્ડ્રિંગને લઈને EDના નિશાના પર

યામી ગૌતમ પર EDની નજર છે. સમાચાર એવા છે કે યામીના ખાતામાં વિદેશી ચલણના ટ્રાન્ઝક્શનમાં ગરબડ છે, તે તપાસનો વિષય બન્યો છે. રીપોર્ટ અનુસાર કેટલીક મોટા બેનરની ફિલ્મો મની લોન્ડ્રિંગને લઈને EDના નિશાના પર છે. વીતેલા વર્ષે સુશાંતસિંહ રાજપૂતના મોત પછી ઈન્ડસ્ટ્રીના કેટલાય લોકોની ED પુછપરછ કરી ચૂકી છે. યામીએ હાલમાં જ ઉરી ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ઘર સાથે લગ્ન કર્યાના સમાચાર આવી ચૂક્યાં છે.

આ પણ વાંચો: મારા અભિનયથી દર્શકોને સરપ્રાઈઝ આપવા માગું છુંઃ યામી ગૌતમ

હાલમાં જ મુંબઈ પરત આવી છે યામી

હમણા જ યામી ગૌતમ તેના પતિ સાથે મુંબઈ પાછી ફરી છે. તેના નવા લૂકનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. યામીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે 3 ફિલ્મો ભૂત પોલીસ, દસવી, અ થર્સ ડેમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details