- વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન
- આ વીડિયો મુદ્દે અનેક પ્રશ્નો પર પૂછતાછ
- 2019 ની પાર્ટી સાથે જોડાયેલા તમામ રેકોર્ડ આપવા NCB એ જણાવ્યું
મુંબઇઃ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કરણ જોહરને સમન મોકલ્યું છે. બૉલિવૂડના ફેમસ કરણ જોહરને એનસીબી મુંબઇએ પૂછપરછ માટે બોલાવ્યા છે. એનસીબીનું કહેવું છે કે, કરણ જોહર કોઇ કેસમાં સંદિગ્ધ નથી. ડ્રગ્સ સાથે જોડાયેલા કેસમાં તેની પાસેથી અમુક માહિતી મેળવવા માગે છે.
વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન
NCB સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરણ જોહરને પોતે NCB સમક્ષ રજૂ થવાની જરૂર નથી. તે પોતાના કોઇપણ પ્રતિનિધિને મોકલી શકે છે. કરણ જોહરને એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વિવરણ આપવા કહ્યું છે કે, જેનો ઉપયોગ જુલાઇ 2019 માં તેના ઘરે આયોજીત થયેલી પાર્ટીને શૂટ કરવા માટે કરવામાં આવ્યો હતો.
2019 ની પાર્ટી સાથે જોડાયેલા તમામ રેકોર્ડ આપવા NCB એ જણાવ્યું