ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Drugs Case: આર્યન ખાનની જામીન પર કોર્ટની સુનાવણી, NoBailOnlyJail ટ્વિટર પર ટ્રેન્ડ - આર્યનનો કેસના વકીલ સતીશ માનશિંદે

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તો બીજી બાજુ, સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વિટર પર NoBailOnlyJail ટ્રેન્ડ કરી રહ્યા છે.

Drugs Case: આર્યન ખાનની જામીન પર કોર્ટની સુનાવણી, NoBailOnlyJail ટ્વિટર પર ટ્રેન્ડ
Drugs Case: આર્યન ખાનની જામીન પર કોર્ટની સુનાવણી, NoBailOnlyJail ટ્વિટર પર ટ્રેન્ડ

By

Published : Oct 13, 2021, 5:23 PM IST

  • આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફરી એકવાર સુનાવણી
  • સોશિયલ મીડિયા યુઝર્સે NoBailOnlyJail ટ્રેન્ડ
  • 13 ઓક્ટોબરે NCB કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો

ન્યૂઝ ડેસ્ક: અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અગાઉ 8 ઓક્ટોબરે મેજિસ્ટ્રેટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી 11 ઓક્ટોબરે એનડીપીએસ કોર્ટમાં જતા પહેલા ફરી એકવાર આર્યન ખાનની જામીન પર સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી. કોર્ટે NCB ના જવાબ માટે પણ આ પગલું ભર્યું હતું. 13 ઓક્ટોબરે NCB કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે.

ટ્વિટર પર NoBailOnlyJail ટ્રેન્ડ કરી રહ્યું છે

હવે જામીનની સુનાવણી પહેલા સોશિયલ મીડિયા યુઝર્સે NoBailOnlyJail ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર તમામ યુઝર્સ પોતાની સ્ટાઇલમાં હેશટેગ ચલાવી રહ્યા છે.

ક્રૂઝ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી

2 ઓક્ટોબરના રોજ NCB ને એક ટિપ મળી કે મુંબઈથી ગોવા જઈ રહેલા 'કોર્ડેલિયા ધ ઇમ્પ્રેસ(Cordelia the Impress) નામના ક્રૂઝ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી છે. જેના આધારે NCB એ આ ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં એનસીબી ટીમે આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ, વિક્રાંત છોકર, નુપુર સારિકા, ઇસ્મીત સિંહ, મોહક જયસ્વાલ અને ગોમિત ચોપરાની ધરપકડ કરી હતી. NCB મુજબ ક્રુઝ પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ અને પ્રતિબંધિત દવાઓનું સેવન કરવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ કેસમાં પકડાયેલા તમામ આરોપીઓની NDPS એક્ટની કલમ 8C, 20B, 27 (માદક પદાર્થોનો કબજો અને વપરાશ), 35 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તબીબી તપાસ બાદ આર્યન ખાન અને અન્યોને તે જ દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ક્રૂઝ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી

એક દિવસની કસ્ટડી બાદ 4 ઓક્ટોબરના રોજ NCB એ તમામ આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કર્યા. આ દરમિયાન, NCB એ કોર્ટને અપીલ કરી હતી કે તે તમામ આરોપીઓની કસ્ટડી આગળ ધપાવે, વધુ તપાસ માટે આધાર બનાવે. તે જ સમયે, તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આર્યન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ સહિત તમામ આરોપીઓની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબીને આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી, પરંતુ તેના મોબાઈલ ફોનમાં કેટલીક શંકાસ્પદ ચેટ્સ મળી છે, જેના માટે આર્યનનો મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

આર્યન ખાનના વકીલની અરજીને ફગાવી

આર્યનનો કેસ જાણીતા વકીલ સતીશ માનશિંદે લડી રહ્યા છે. માનશિંદેએ કોર્ટની દલીલમાં કહ્યું કે આર્યનને ક્રૂઝ પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તેની પાસે કોઈ બોર્ડિંગ પાસ નહોતો. તેમના માટે કેબિન કે સીટ નહોતી. બીજું, દરોડા દરમિયાન આર્યન સાથે કશું મળ્યું નથી. માત્ર ચેટ્સના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન 7 ઓક્ટોબરે તેની કસ્ટડી વધારવામાં આવી ત્યારથી મુંબઈની આર્થર જેલમાં છે. શુક્રવારે આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરીને જામીન માટે અપીલ કરી હતી. જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી.

આર્યન ખાનના ડ્રાઈવરે ની પૂછપરછ

તો બીજી બાજુ, ક્રુઝ શિપ રેઇડ કેસમાં એનસીબીની ટીમે રવિવારે ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. શનિવારે એનસીબીએ આર્યન ખાનના ડ્રાઈવર રાજેશ મિશ્રાને પૂછપરછ માટે ઓફિસમાં બોલાવ્યા હતા. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આજે ફરી એકવાર સુનાવણી થઈ રહી છે.

આ પણ વાંચોઃ60 વર્ષ પહેલા ધર્મેન્દ્રએ પહેલી કાર 18 હજાર રૂપિયામાં ખરીદી હતી

આ પણ વાંચોઃસુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી લીના મારિયાને 200 કરોડની છેતરપિંડી કરવાનાં કેસમાં ત્રણ દિવસની ઇડી(ED)ની કસ્ટડીમાં

ABOUT THE AUTHOR

...view details