- અનન્યા પાંડેને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ત્રીજા રાઉન્ડની પૂછપરછ
- ડ્રગ્સ સપ્લાય અને સેવન કરવાના આરોપોને નકારી કાઢ્યા
- અનન્યાએ ચેટ વાતચીતમાં સપ્લાય સંબંધિત વાતોનો ઇનકાર કર્યો
મુંબઈ (મહારાષ્ટ્ર): નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં(Cruise Drugs Case) ત્રીજા રાઉન્ડની પૂછપરછ માટે ફરીથી બોલાવામાં આવી છે. તેની ગુરુવાર અને શુક્રવારે NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે( Samir Wankhede)સાથે મહિલા અધિકારી સાથે પૂછપરછ કરી હતી.
અનન્યા પાંડેને સોમવારે સવારે ફરી પૂછપરછ
ANI સાથે વાત કરતા NCB ના નાયબ મહાનિર્દેશક (DDG) અશોક મુથા જૈને કહ્યું, " અનન્યા પાંડેને સોમવારે સવારે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આગળની કાર્યવાહી થશે."
ડ્રગ્સ સપ્લાય અને સેવન કરવાના આરોપોને નકારી કાઢ્યા
જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું કે શું આર્યન ખાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રગ પેડલર્સની સંખ્યા અંગે કોઈ માહિતી આપી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે, મારી પાસે અત્યારે આવી કોઈ માહિતી નથી. ગુરુવારે થયેલી પૂછપરછ દરમિયાન, ડ્રગ્સ સપ્લાય અને સેવન કરવાના આરોપોને નકારી કાઢ્યા હતા.એનસીબીના જણાવ્યા અનુસાર, અનન્યાએ કેસમાં આરોપી આર્યનને ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપને પણ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી.
ત્રણ વખત ડ્રગ્સ સપ્લાય કરવામાં મદદ કરી
એનસીબીએ એએનઆઈને જણાવ્યું હતું કે, "આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી મળેલી ચેટ્સ દર્શાવે છે કે વર્ષ 2018-19માં આર્યનને ડ્રગ ડીલર્સના નંબર પૂરા પાડીને ત્રણ વખત ડ્રગ્સ સપ્લાય કરવામાં મદદ કરી હતી."