ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દીપિકા પાદુકોણ, સારા અલી આન, શ્રદ્ધા કપુર સહિત રકુલ પ્રિતને NCBએ પાઠવ્યું સમન્સ - બોલીવુડ

બોલીવુડના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ આજે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતસિંહને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

By

Published : Sep 23, 2020, 8:01 PM IST

મુબંઇઃ સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતસિંહને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. NCBએ આ 4 અભિનેત્રીઓને 3 દિવસમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) દ્વારા બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલા NCBએ મંગળવારે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની પૂછપરછ કરવામાં આવી હતી. આ માહિતી NCB અધિકારી દ્વારા આપવામાં આવી છે. NCB દ્વારા વ્હોટ્સએપ ચેટ પરથી તપાસ આદરવામાં આવી રહી છે. NCBએ જણાવ્યું કે, દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશની અમુક ચેટમાં શંકાસ્પદ Dનો ઉલ્લેખને કારણે દીપિકા શંકાના દાયરામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લાના CJM કોર્ટમાં ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત આ ફિલ્મ સ્ટાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલ સુધીર ઓઝા પાસેથી ડ્રગ્સ મંગાવીને પાર્ટી કરાવાના આરોપ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

NCB કરિશ્મા પ્રકાશ અને ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના CEO ધૃવ ચિતગોપેકરને આ પહેલા સમન્સ પાઠવી ચૂકી છે. NCB અધિકારીએ જણાવ્યું કે, NCB પહેલા કરિશ્માની પૂછપરછ કરશે અને જરૂર પડશે તો દીપિકા પાદુકોણને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં ડ્રગ્સની સંડોવણી મામલે NCBની તપાસ દરમિયાન બોલીવુડ અને ડ્રગ્સનું કનેક્શન સામે આવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની NCB મંગળવારે સતત બીજા દિવસે પૂછપરછ કરી હતી. આ સાથે તેને બુધવારે પણ બોલાવવામાં આવી હતી.

દીપિકાની મેનેજર પ્રકાશને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. જો કે, તેની નાદુરસ્ત તબીયતને કારણે મંગળવારે NCB સમક્ષ હાજર થઈ ન હતી. હવે પ્રકાશ શુક્રવારે હાજર થશે. સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં બાદ્રા સ્થિત પોતાના ઘરે સુશાંત સિંહ રાજપુત ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details