- પૂનમ પાંડે બાદ મિલિંદ સોમન સામે નોંધાઇ FIR
- ગોવાના બીચ પર ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો
- જન્મદિવસ પર એક ન્યૂડ ફોટ શેર કર્યા હતો
મુંબઇ : બોલિવૂડ અભિનેતા-મોડલ મિલિંદ સોમન ગોવાના બીચ પર કપડા વગર દોડતો જોવા મળ્યા હતા. આ તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. હવે આ મામલે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ તસવીર તેમની પત્નીએ ક્લિક કરી હતી અને તેના કેપ્શનમાં મિલિંદે લખ્યું હતું- "55 એન્ડ રનિંગ..."
ગોવામાં નોંધાઇ ફરિયાદ
દક્ષિણ ગોવાના એસપી પંકજસિંહે કહ્યું કે, "મિલિંદ સોમન વિરુદ્ધ આઈપીસીની કલમ 294 અને કોલ્વા પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે." કલમ 294 અભદ્ર કૃત્ય અને ગીતો માટે છે અને આઇટી એક્ટની કલમ 67, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રીને પબ્લિશ અને શેર કરવા વિરૂદ્ધ હોય છે.