ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કનિકા કપૂર પ્લાઝમાં ડોનેટ કરશે - કોરોના વાઇરસ લોકડાઉન

કોરોના સંક્રમિત દર્દીઓને સારી રીતે સારવાર આપવા માટે કેજીએમયુએ સોમવારે પ્લાઝમાં પદ્ધિતનો ઉપયોગ કર્યો છે. કેજીએમયુમાં સારવાર લઇને કોરોનાને માત આપી ચુકેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનેટ કર્યો છે. બોલીવુડ સિંગર કનિકા કપૂર પણ કેજીએમયુમાં પ્લાઝમાં ડોનેટ કરવાની છે.

etv bharat
કનિકા કપૂર પ્લાઝમાં ડોનેટ કરશે

By

Published : Apr 27, 2020, 7:18 PM IST

લખનઉ: કોરોના સંક્રમણના ઘણા બધાં દર્દીઓ સારા થઇને કેજીએમયુમાંથી ડિસ્ચાર્જ થયા છે. તે લોકોએ કેજીએમયુમાં પોતાનો પ્લાઝ્માનું દાન પણ આપ્યુ છે. ત્યાર બાદ બોલીવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂર, જે કોરોના વાઇરસ પીજીઆઈમાં સારી થઇને ડિસ્ચાર્જ થઇ હતી.

જાણવા મળ્યું છે કે, કનિકા કપૂર પણ કોરોના વાઇરસ દર્દીઓની સારવારમાં સહકાર આપવા માંગે છે આ માટે તે કેજીએમયુને પોતાનો પ્લાઝ્મા દાન કરી શકે છે.કાનજી કપૂરે કેજીએમયુનો સંપર્ક સાધ્યો છે અને પ્લાઝ્માનું દાન કરવાનું કહ્યું છે.

આ અંગે, અમે કેજીએમયુના કુલપતિ પ્રોફેસર એમ.એલ.બી. ભટ્ટ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કનિકા કપૂરના પ્લાઝ્મા દાન કરવા માગે છે તે અંગે કોઇ માધ્યમથી તેમને જાણકારી મળી હતી.

કેજીએમયુના કુલપતિએ આ માટે સહમતિ આપી છે અને કહ્યું છે કે જો બોલીવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂર સંક્રમણ દર્દીઓ માટે તેમના પ્લાઝ્માને દાન આપવા માંગે છે તો તેમનો આ નિર્ણયને અમે આવકાર્યી છે.

ABOUT THE AUTHOR

...view details