ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું કંગનામાં અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની હિંમત છે? : સંજય રાઉત - બૉલિવૂડ એક્ટ્રેસ

કંગનાની મુંબઈને મિની પાકિસ્તાન સાથે સરખાવવાની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે કંગના પર જુઠ્ઠું બોલ્યાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કંગનાને મુંબઈએ ઘણું આપ્યું છે, હવે તે સમગ્ર દુનિયામાં મુંબઈ અને મુંબઈ પોલીસનું નામ બદનામ કરવાનું કામ કરી રહી છે. તે મુંબઈને મિની પાકિસ્તાન કહે છે, પણ શું તેનામાં હિંમત છે કે, તે અમદાવાદને આવું કહી શકે.

કંગના રનૌત
કંગના રનૌત

By

Published : Sep 6, 2020, 3:28 PM IST

Updated : Sep 6, 2020, 3:53 PM IST

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે માફી માગવાની મનાઇ કર્યા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, કંગનાએ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ. તેઓ કંગનાની માફી માગશે કે, કેમ તે અંગેના સવાલ પર સાંસદ રાઉતે કહ્યું કે, જો તે છોકરી (કંગના) મહારાષ્ટ્રની માફી માંગશે તો હું માફી માગવા વિશે વિચાર કરીશ. રાઉતે સવાલ કરતા કહ્યું કે, તેણે મુંબઈને મિની પાકિસ્તાન સાથે સરખાવ્યું છે, પરંતુ શું તે અમદાવાદને આમ કહેવાની હિંમત ધરાવે છે?

આ પહેલા ગુરુવારે અભિનેત્રીએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે, સંજય રાઉત, શિવસેનાના નેતાએ મને ખુલ્લી ધમકી આપી છે અને મને મુંબઈ ન આવવા જણાવ્યું છે. એક ફેમસ સ્ટાર માર્યા ગયા પછી મેં ડ્રગ અને મૂવી માફિયા રેકેટ વિશે વાત કરી હતી. મને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી. કારણ કે, મુંબઈ પોલીસે SSRની ફરિયાદની અવગણના કરી હતી. જો મને અસુરક્ષિત લાગે, તો શું તેનો અર્થ એ છે? મને ઈન્ડસ્ટ્રી અને મુંબઇથી નફરત છે?

સંજય રાઉતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા નિવેદનો કર્યા બાદ કંગનાએ આ ટિપ્પણીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપુત મુંબઇ ખાતે તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો.

5 સપ્ટેમ્બર :કંગનાએ પાક અધિકૃત કાશ્મીર બાદ મુંબઇની તુલના તાલિબાન સાથે કરી

મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની શિવસેનાની સાથે જુબાની જંગ ચાલી રહી છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવા કહ્યું હતું, ત્યારે કંગનાએ મુંબઇની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી.

3 સપ્ટેમ્બર -કંગનાનો આરોપ- સંજય રાઉતે મુંબઈ ન આવવા આપી ધમકી

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવા ધમકી આપી છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પહેલા મુંબઈની શેરીઓમાં આઝાદીના સૂત્રોચ્ચાર કરવામાં આવતા હતા અને હવે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. મુંબઈમાં આ શું ચાલી રહ્યું છે?

Last Updated : Sep 6, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details