- દિશા પટાનીની ફિટનેસનો મસ્ત પુરાવો
- બેકફ્લિપ કરતી જોવા મળી
- ફેન્સ સાથે વીડિયો કર્યો શેર
ન્યૂઝ ડેસ્ક(Bollywood News): દિશા પટાની (Disha Patani)એ જીમમાં બેકફ્લિપ કરતો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જીમમાં બેકફ્લિપ કરી છે, અને તેણે બ્લેક ટી શર્ટની સાથે શોટ્સ પહેર્યું છે. તેના વાળની તેણે પોનીટેલ બનાવી છે. વીડિયોમાં દિશા તે શાનદાર અંદાજમાં કૂદે છે અને તે જોરથી રીવર્સ ઘૂમીને ચટાઈ પર કૂદે છે ત્યારે તેનું બેલેન્સ પણ કમાલનું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:Disha Patani Photoshoot: પાણી વચ્ચે વ્હાઈટ બિકીનીમાં હોટ એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ...
જબરજસ્ત બેકફ્લિપ જોઈને તેના ફેન્સે કર્યા વખાણ
દિશા પટાનીના ફેન્સને તેના સ્ટન્ટના ફોટા અને વીડિયો ખૂબ પસંદ આવે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બેકફ્લિપ કરે છે, અને તેને ફેન્સે ખૂબ પસંદ કર્યો છે અને તે વીડિયો વાયરલ થયો છે. દિશાનું આ જબરજસ્ત બેકફ્લિપ જોઈને તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યાં છે અને ઈન્સ્ટાગ્રામ પર લાઈક્સ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેને લાખો લાઈક્સ મળી ચૂકી છે.
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે માલદિવમાં માણશે રોમેન્ટિક વેકેશન
તારા સુતરિયા સાથે ‘એક વિલેન રીટર્ન્સ’માં જોવા મળશે દિશા
દિશા પટાની હાલમાં જ સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘રાધે’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેના ઉપરાંત જેકી શ્રોફ, રણદીપ હુડા અને ગૌતમ ગુલાટી પણ છે. આ ફિલ્મમાં દિશા સલમાનખાન સાથે રોમાન્સ કરતીં જોવા મળે છે. તે પછી તે જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયાની સાથે ફિલ્મ ‘એક વિલેન રીટર્ન્સ’માં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરી છે. જ્યારે તેના પ્રોડ્યુસર એકતા કપુર અને ભૂષણ કુમાર છે.