ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિશાએ 'મલંગ' માટે આ હૉલિવૂડ અભિનેત્રી પાસેથી લીધી પ્રેરણા - દિશા પટની

'મલંગ' ફિલ્મમાં દિશા પટનીનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે, જેને તેના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. તો આ પાત્ર ભજવવા માટે દિશાએ કોની પાસેથી પ્રેરણા મેળવી હતી, તે વિશે દિશાએ જણાવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Disha Patni, Bollywood News, Malang Film
દિશાએ 'મલંગ' માટે આ હૉલિવૂડ અભિનેત્રી પાસેથી લીધી પ્રેરણા

By

Published : Jan 27, 2020, 7:23 PM IST

મુંબઇઃ બૉલિવૂડની મલ્ટી ટેલેન્ટેડ અને ફિટ એક્ટ્રેસીસમાંની એક દિશા પટનીએ જણાવ્યું હતું કે, ફિલ્મ 'મલંગ'માં તેની ભૂમિકા માટે તેણે હૉલિવૂડ સ્ટાર એંજોલિના જોલી પાસેથી પ્રેરણા લીધી હતી.

હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ 'મલંગ'નું ટ્રેલર રિલીઝ થયું છે, જેના ખૂબ જ વખાણ પણ થઇ રહ્યા છે. આ ટ્રેલરમાં દિશા અને આદિત્ય રોય કપૂરની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ વિશે વાત કરતાં દિશાએ જણાવ્યું હતું કે, 'આ ખૂબ જ મઝેદાર રોલ હતો અને નરેશનના 5 મીનિટની અંદર જ મેં આના માટે હા કહી હતી, કારણ કે, ખૂબ ઓછી છોકરીઓને ગ્રે કેરેક્ટર કરવાનો ચાન્સ મળે છે. તે માટે જ હું આ ચાન્સને ગુમાવવા ઇચ્છતી ન હતી. જ્યારે મને આ રોલની ઓફર મળી તો મેં તરત જ તેને એક્સેપ્ટ કરી હતી. મને વિલન પસંદ છે અને ખરાબ વ્યક્તિના પાત્ર ભજવવા પણ પસંદ છે.'

દિશાએ વધુમાં કહ્યું કે, 'આ મામલે એંજોલિના જોલી મારી ફેવરિટ છે. હું તેની પાસેથી શીખું છું. તે દુનિયામાં ગ્રે શેડવાળા કેરેક્ટર કરનારાઓમાં બેસ્ટ છે. તે દુનિયાની સૌથી સેક્સી વિલન છે. મેં તેની અમુક ફિલ્મોમાંથી પ્રેરણા લીધી હતી.'

દિશાની સાથે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર પણ જોવા મળે છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરી, 2020ના દિવસે સિનેમાઘરોમાં જોવા મળશે.

અભિનેત્રીએ હાલમાં જ સલમાનની પર્સનાલિટી વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે, તેનો ઑરા ડરાવી દે તેવો છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે સલમાનની સાથે કામ કરવાને ખૂબ જ એન્જોય કરે છે, પરંતુ તેની પર્સનાલિટીથી ભયભીત પણ થાય છે.

દિશાના વિચારો પ્રમાણે 'તે સ્ટાર છે. તેની આસપાસ એક ઑરા રહે છે, પરંતુ તે ખૂબ જ પ્રેમાળ છે. હું તેની ખૂબ જ ઇજ્જત કરૂં છું. હું હાલમાં પણ તેમની સાથે કામ કરવામાં ડર અનુભવું છે. 'ભારત' દરમિયાન ઑન-સ્ક્રીનમાં ભયભીંત ન હતી, પરંતુ ઑફ-સ્ક્રીન ડરેલી જ હતી.'

ABOUT THE AUTHOR

...view details