ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતના મોત પર દિશાની પોસ્ટ, આંખના પલકારામાં વધી રહ્યા છે લાખો વ્યૂઝ - controvercy of sushant sinh rajput and disha patni

રવિવારની બપોર બોલીવુડ માટે આંચકાજનક હતી. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. સુશાંત સાથે પહેલીવાર બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી દિશા પટનીએ તેને પ્રથમ ફિલ્મ 'ધોની: ધિ અનટોલ્ડ સ્ટોરી'ની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાંની સાથે જ દે ધના ધન લાઈક અને કોમેન્ટ શરુ થઈ ગઈ હતી. દિશાની પોસ્ટ પર એક મીનિટમાં એવરેજ 50થી 70 હજાર લાઈક મળી રહી હતી.

a
સુશાંતની મોત પર દિશાની પોસ્, આંખના પલકારામાં વધી રહ્યા છે લાખો વ્યૂઝ

By

Published : Jun 14, 2020, 5:08 PM IST

ન્યૂઝ ડેસ્કઃ નિરજ પાંડે દિગ્દર્શીત અને ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'ધોની: ધિ અનટોલ્ડ સ્ટોરી'થી દિશા પટનીએ બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પહેલી ફિલ્મમાં તેણે સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતું.

રવિવારે બપોરે સુશાંતે બાંદ્રા સ્થિત તેના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર વહેતા થયા બાદ ગણતરીના મીનિટોમાં દિશાએ તેના ઈન્સ્ટા અકાઉન્ટ ધોની ફિલ્મની એક યાદગાર તસવીર શેર કરી હતી. જો કે તસવીર સિવાય તેણે પોસ્ટમાં કંઈ લખ્યુ નહોતું.

સુશાંતની મોત પર દિશાની પોસ્, આંખના પલકારામાં વધી રહ્યા છે લાખો વ્યૂઝ

આ પોસ્ટ પર આંખના પલકારમાં વ્યૂઝ અને કોમેન્ટ શરુ થઈ ગયા હતા. પોસ્ટ કર્યાની 10મી મીનિટે 3.90 લાખ, 15મી મીનિટે 6,14 લાખ અને 30 મીનિટે 9.90 લાખ વ્યૂઝ મળી ચૂક્યા હતાં. દિશાની પોસ્ટ પર એવરેજ દર મીનિટે 50 થી 70 હજાર વ્યૂઝ મળ્યા હતાં. 2 કલાકમાં આ પોસ્ટ પર 16,44, 174 વ્યૂઝ અને 28,364 કોમેન્ટ આવી ગઈ હતી.

દિશાએ ભૂતકાળમાં મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, "તે સુશાંતને પહેલા ધોનીના સેટ પર મળી હતી. પહેલા દિવસે રોમેન્ટીક સોન્ગનું શુટિંગ થયુ હતું. સામાન્ય રીતે પહેલી મુલાકાતમાં આ પ્રકારના સીન કરવા ઓકવર્ડ હોય છે. પરંતું સુશાંત તેને સરળ અને ફ્રેન્ડલી લાગ્યો હતો"

ABOUT THE AUTHOR

...view details