મુંબઇઃ બૉલિવૂડ અભિનેત્રી અને ફિટનેસના પ્રતિ સમર્પિત દિશા પાટનીએ હાલમાં જ પોતાનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો. જે તેના વર્કઆઉટ કર્યા બાદનો લાગી રહ્યો છે.
દિશાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના માધ્યમથી તે જણાવી રહી છે કે, વર્કઆઉટ બાદની હાલત કેવી હોય છે.
આ ફોટોમાં દિશા શાંતિનું પ્રતિક બતાવી રહી છે અને તે પાઉટ કરતી આંખ પણ મારી રહી છે. તેણે ગ્રે સ્પોર્ટ્સ અપર વેર અને ઓરેન્જ કલરની સ્પોર્ટ્સ શૉટ્સ પહેરી છે.