ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટાઇગર શ્રોફે એક શેર કરેલા વીડિયો પર દિશા પટનીએ કંઇક આવુ આપ્યુ રિએક્શન - સિંગર જસ્ટિન બીબરના હિટ ગીત 'યમ્મી'

ટાઇગર શ્રોફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ છે. તેઓએ એક વીડિયો શેર કર્યો છે.

gટાઇગર શ્રોફની 'યમ્મી' ચાલથી આશ્ચર્યમાં દિશા પટની
gટાઇગર શ્રોફની 'યમ્મી' ચાલથી આશ્ચર્યમાં દિશા પટની

By

Published : Jun 1, 2020, 2:57 AM IST

બોલીવૂડ અભિનેતા ટાઇગર શ્રોફે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરના હિટ ગીત 'યમ્મી' પર પગ મૂકી રહ્યો છે. પરંતુ હવે તેના પર અભિનેત્રી દિશા પટાનીનું રિએક્સન સામે આવ્યું છે.

વીડિયો શેર કરતા ટાઇગરે કેપ્શનમાં લખ્યું કે, 'આ ગીત ખૂબ પસંદ છે. દિશાએ આ અંગે કોમેન્ટ કરતા તાળીઓ વાળા ઇમોજી શેર કર્યા હતા. ટાઇગર છેલ્લી વાર અહેમદ ખાનની ફિલ્મ બાગી 3માં જોવા મળ્યો હતો. તેમાં શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

આ એક્શન-થ્રીલર મૂવી આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. જો કે, થોડા દિવસ પછી કોરોના વાઇરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ફિલ્મ શૂટિંગથી લઈને ફિલ્મ રિલીઝ સુધીની દરેક વસ્તુ બંધ થઈ ગઈ હતી.

બોલિવૂડમાં સ્ટંટ કિંગ તરીકે ઓળખાતા એક્શન હીરો ટાઇગર શ્રોફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના દ્વારા તે તેના ફેન્સ સાથે જોડાયેલો રહે છે.

ABOUT THE AUTHOR

...view details