મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પણ લોકડાઉન દરમિયાન તેના ઘરે સમય વિતાવી રહી છે.આ દરમિયાન તે તેના ડાન્સ અને ફિટનેસ વીડિયો દ્વારા સતત ચાહકોનું મનોરંજન કરે છે. દિશાએ ફરી એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં દિશા એક અલગ જ સ્ટાઇલમાં ડાન્સ કરી રહી છે. અભિનેત્રીની આ શૈલીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આ વીડિઓ અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ચાહકો પણ આ ડાન્સ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
દિશાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. દિશા તે અભિનેત્રીઓમાં સામેલ છે જે ફિલ્મ્સની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેની પાસે પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે તેની ઇવેન્ટ્સના વીડિયો પોસ્ટ કરતી રહે છે.