મુંબઇ: કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તમામ લોકો પોત-પોતાના ઘરેથી કેદ થયા છે.
આ વચ્ચે બૉલિવૂડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં સફાઇ કરતા જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ સમય પસાર કરી રહ્યા છે. અભિનેત્રી દિશા પાટનીએ પણ સોશિયલ મીડિયામાં હાલમાં જ એક ફની વીડિયો શેર કર્યો હતો.
આ નવો વીડિયોમાં દિશા લોકપ્રિયા સિટકૉમ મૉર્ડન ફેમિલીની હૉલિવૂડ સ્ટાર સોફિયા વેરગારાના પાત્ર ગ્લોરિયાથી પ્રેરિત જોવા મળી રહી હતી.
દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જમાં તે પોતાને બેબી કહેતી જોવા મળે છે. આ વીડિયોમાં દિશા કહે છે કે, લોકો મને હંમેશા પૂછે છે કે, હું બેબીને ક્યારે જન્મ આપીશ. હું શું કામ બેબીને જન્મ આપું, હું પોતે જ બેબી છું.
યૂઝર્સે દિશાના આ વીડિયો પર ખૂબ જ મજાકભર્યા કમેન્ટ્સ પર કર્યા છે. આ સાથે જ ટાઇગર શ્રોફ અને તેની મમ્મીએ પણ તેના પર રિએક્શન આપ્યું છે.
એક્ટ્રેસના આ વીડિયો પર ટાઇગરે ફની ફેસ ઇમોજી શેર કર્યા હતા. તો તેની મમ્મી આયેશા શ્રોફે પણ કમેન્ટમં લાફિંગ ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.