ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ન તો હું કોઇની પાર્ટીમાં સામેલ થયો હતો, ન તો મારા ઘરે કોઈ પાર્ટી હતી: ડીનો મોરિયા - સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે ડીનો મોરિયાનું નામ સામે આવતા તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, ન તો તેઓ 13 જૂનની કોઈ પાર્ટીમાં સામેલ થયા હતા ન તો તેમના ઘરે કોઈ પાર્ટી હતી.

ન તો હું કોઇની પાર્ટીમાં સામેલ થયો હતો, ન તો મારા ઘરે કોઈ પાર્ટી હતી: ડીનો મોરિયા
ન તો હું કોઇની પાર્ટીમાં સામેલ થયો હતો, ન તો મારા ઘરે કોઈ પાર્ટી હતી: ડીનો મોરિયા

By

Published : Aug 5, 2020, 8:58 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતના નિધન અંગે એક પછી એક નવા રહસ્ય ખુલી રહ્યા છે. તેવામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા નારાયણ રાણે એ આ મુદ્દે અનેક ગંભીર આરોપો લગાવી નવા વિવાદને જન્મ આપ્યો છે.

અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી અને અભિનેતા ડીનો મોરિયાને સમગ્ર કેસમાં ઘસડતા તેમણે જણાવ્યું હતું કે, સુશાંતના નિધનથી એક રાત પહેલા એટલે કે 13 જૂનની રાત્રે સૂરજ પંચોલીના ઘરે પાર્ટી હતી અને ડીનોનું ઘર સુશાંત થી થોડેક જ દૂર છે. 13 જૂનની રાત્રે ડીનોના ઘરે પણ પાર્ટી હતી અને ત્યાંથી નીકળીને ઘણા લોકો સુશાંતના ઘરે ગયા હતા.

આ અંગે ડીનોએ ટ્વીટ કરી ચોખવટ કરી હતી કે, "13 જૂને મારા ઘરમાં કોઈ પાર્ટી યોજાઈ ન્હોતી. મહેરબાની કરીને આવા આરોપ મૂકતા પહેલા સત્ય તપાસી લેવું. જે પણ થયું છે એને મારી સાથે કોઈ લેવાદેવા નથી. આથી આમા મારું નામ ઘસાડવાનો પ્રયાસ ન કરશો."

નારાયણ રાણેએ સુશાંતની મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે પણ ચોંકાવનારું નિવેદન આપી કહ્યું છે કે, તેના પર પહેલા દુષ્કર્મ થયું હતું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ટીપ્પણી બાદ પણ અનેક વિવાદો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details