ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લુધિયાણા કોંગ્રેસ સાંસદ દ્વારા દિલજીત દોસાંજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગ - દિલજીત દોસાંજ

પંજાબના લુધિયાણા ની કોંગ્રેસ સાંસદ રવનીત બીટ્ટુએ પંજાબના તમામ પોલીસ સ્ટેશનમાં દિલજીત દોસાંજ અને રેપર જેઝી બી વિરુદ્ધ તેમના ગીત 'રંગરૂટ' ને પર્ફોર્મ કરવા અંગે ફરિયાદ દાખલ કરવા યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓ અપીલ કરી હતી.

લુધિયાણા ની કોંગ્રેસ સાંસદ દ્વારા દિલજીત દોસાંજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગ
લુધિયાણા ની કોંગ્રેસ સાંસદ દ્વારા દિલજીત દોસાંજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગ

By

Published : Jun 23, 2020, 4:54 PM IST

ચંદીગઢ: દિલજીત દોસાંજે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘પંજાબ 1984’ નું પોતાનું ગીત 'રંગરૂટ' સોશીયલ મીડિયા પર પર્ફોર્મ કર્યુ હતું જેને લઇને લુધિયાણાના કોંગ્રેસ સાંસદ રવનીત બીટ્ટુએ પંજાબના તમામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે.

અભિનેતાએ આ વાતના જવાબમાં તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, જે ફિલ્મને નેશનલ એવોર્ડ મળી ચૂક્યો હોય તેનું ગીત ગાવું તે અયોગ્ય કેવી રીતે હોઈ શકે?

દિલજીતે કહ્યું કે, તે લુધિયાણાના એક સાંસદને પૂછવા માંગે છે કે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘પંજાબ 1984’ નું ગીત તેમણે ગાયું હતું. જેને ભારત સરકાર, સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી મળ્યા બાદ રિલીઝ કરવામાં આવી હતી. તેને પંજાબના દરેક ચેનલ તથા સિનેમાઘરોમાં દર્શાવવામાં આવી હતી. આ વાતને મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે તેની સ્પષ્ટતા થવી જોઈએ.

દિલજિતે એમ પણ જણાવ્યું હતું કે, તે દેશનો સભ્ય નાગરિક છે અને મુશ્કેલીના સમયમાં ચોક્કસ દેશની પડખે રહેશે. તેને આશા છે કે તે સાંસદને તેની વાત સમજાવી શક્યો.

ABOUT THE AUTHOR

...view details