મુંબઇ : હિન્દી સિનેમાના લેજેન્ડ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું નિધન થયું છે. આ સમાચારથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અસલમ ખાનને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમને ડાઇબીટીસ, હાઇબ્લડપ્રેશર, હાર્ટની બીમારી પણ હતી. તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ 90 વર્ષના હતા.
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું કોરોનાથી નિધન - દિલીપ કુમાર કોરોના સંક્રમિત
અભિનેતા દિલીપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અસલમ ખાનને મુંબઇના લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોવિડ-19થી સંક્રમિત હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારના નાના ભાઇ એહસાન ખાન અને અસલમ ખાન બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ બાદ તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અસલમ અને એહસાન ખાન બન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.જે બાદ તબીબીઓએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.બન્નેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.સૂત્રો મુજબ,એહસાન ખાનની પણ હાસત ગંભીર છે, તેમને પણ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
અભિનેતા દિલીપ કુમાર 97 વર્ષના છે અને તેમની પત્ની સાયરા બાનો સાથે રહે છે.