મુબંઇઃ કોરોના વાયરસનો પુરા વિશ્વમાં હાહાકાર છે. જેમાંથી બોલિવુડ પણ બાકાત રહ્યું નથી. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચનને કોરોના વાયરસ થવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદથી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હવે દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના બન્ને ભાઇ એહસાન ખાન અને અસલમ ખાન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલીપકુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ એહસાન ખાન અને અસલમ ખાનની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. એહસાન ખાન 90 વર્ષના છે, જ્યારે અસલમ ખાન 88 વર્ષના છે.