ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિલીપ કુમાર (Dilip Kumar) સ્વસ્થ છે, સોશિયલ મીડિયાના સમાચાર પર વિશ્વાસ ન કરોઃ સાઈરા બાનુ - dilip kumar health news

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને જેવા હોસ્પિટલ દાખલ કરાયા તો તરત જ સોશિયલ મીડિયા પર દિલીપ કુમારના નિધનના ખોટા સમાચાર વાઈરલ થયા હતા, જેને ધ્યાનમાં રાખી દિલીપ કુમારનાં પત્ની અભિનેત્રી સાઈરા બાનુએ (Saira Banu) ટ્વિટ કરી જણાવ્યું હતું કે, દિલીપ કુમારની તબિયત સારી છે એટલે ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરશો.

દિલીપ કુમાર સ્વસ્થ છે, સોશિયલ મીડિયાના સમાચાર પર વિશ્વાસ ન કરોઃ સાઈરા બાનુ
દિલીપ કુમાર સ્વસ્થ છે, સોશિયલ મીડિયાના સમાચાર પર વિશ્વાસ ન કરોઃ સાઈરા બાનુ

By

Published : Jun 7, 2021, 11:10 AM IST

  • અભિનેતા દિલીપ કુમાર(Dilip Kumar) ને હોસ્પિટલ દાખલ કરાયા
  • દિલીપ કુમારના નિધનના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર થયા વાઈરલ
  • દિલીપ કુમારનાં પત્નીએ દિલીપ કુમારના નિધનના ખોટા સમાચાર પર આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર(Dilip Kumar) ની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદથી જ દિલીપ કુમારના નિધનના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા, જેને જોતા દિલીપ કુમારનાં પત્ની અભિનેત્રી સાઈરા બાનુએ આ અંગે ખુલાસો કર્યો હતો. સાઈરા બાનુએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, દિલીપ કુમારની તબિયત સારી છે. જોકે, તેમની તબિયત બગડતા તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar ) ની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ

શ્વાસ લેવાની તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ થયા દિલીપ કુમાર

સાઈરા બાનુએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પરના સમાચાર પર વિશ્વાસ ન કરો. દિલીપ કુમાર સ્વસ્થ છે. તમારી પ્રાર્થનાઓ માટે આભાર. ડોક્ટર્સના જણાવ્યાનુસાર, તેઓ 2-3 દિવસમાં ઘરે આવી જશે. જોકે, દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓ કાર્ડિયોલોજિસ્ટ ડો. નીતિન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડો. જલિલ પારકરની દેખરેખમાં છે.

આ પણ વાંચો-ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ

દિલીપ કુમારને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા

ડોક્ટર પારકરે જણાવ્યું હતું કે, દિલીપ કુમારને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમને બિલાટેરલ પ્લુરલ ઈફ્યૂઝનના કારણે આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે, ડોક્ટરે જણાવ્યું હતું કે, તેમની તબિયત સારી છે. જ્યારે બીજી તરફ દિલીપ કુમારની હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર જેવા સામે આવ્યા તો લોકોને તેમની તબિયતની ચિંતા હેરાન કરવા લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details