- અભિનેતા દિલીપકુમારને કરાયા ડિસ્ચાર્જ
- બે દિવસ પહેલા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ
- દિલીપકુમારની પત્નીએ આપી હતી માહિતી
હૈદરાબાદઃ દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar)ને આરોગ્યની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે, હાલ તેમની તબીયતમાં સુધારો થયો છે જેથી તેમને હોસ્પિટલમાંથી discharged કરવામાં આવ્યાં છે. દિલીપકુમારની પત્ની અને Actress Saira Banuએ જણાવ્યું હતું કે, દરેકની પ્રાર્થના અને ડોકટરોને કારણે હવે દિલીપકુમારની તબિયત સારી છે.
ડોકટરો કરી રહ્યા છે નિયમિત તપાસ
98 વર્ષીય અભિનેતા દિલીપકુમારને બે દિવસ પહેલા hospitalમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની તબિયતને લગતી માહિતી આપતાં સાયરા બાનુએ કહ્યું હતું કે, તેમની તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જોકે, હાલ તેમની તબિયત સારી છે. ડોકટરો તેમની નિયમિત તપાસ કરી રહ્યા છે. દિલીપકુમાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ત્યારે દિલીપ કુમારે તાજેતરમાં તેના સત્તાવાર Twitter હેન્ડલથી કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને દરેકને પોતાની સંભાળ રાખવા કહ્યું હતું. તેમણે લખ્યું હતું કે 'દરેક સુરક્ષિત રહો.'