ગુજરાત

gujarat

ETV Bharat / sitara

B'Day Special: હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર... - news updates of bollywood

મુંબઈ: દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આજે પોતાનો 97મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનું સાચુ નામ મુહમ્મદ યૂસુફ ખાન છે. પાંચ દાયકા સુધી તેમણે પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ પર રાજ કર્યુ છે. દરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. પરંતુ જે તેની સામે લડીને જીત મેળવે તેમાં એક દિલીપ કુમારનું નામ પણ સામેલ છે. તો આવો આ ખાસ દિવસે તેમણે ફિલ્મ જગતમાં ખેડેલી સફરની વાત કરીએ.......

હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર
હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર

By

Published : Dec 11, 2019, 12:52 PM IST

દિલીપ સાહેબનો જન્મ 11 ડિસેમ્બર,1922માં બેગમ અને લાલા ગુલામ સરવર અલી ખાનની ઘરે થયો હતો. ઘણીવાર બાળપણની ગરીબી સફળતાની ચાવી હોય છે. એવું જ દિલીપ કુમારના જીવનમાં પણ બન્યું હતું. તેમના પિતા ફળો વેંચી ઘરનો અમુક ભાગ ભાડે આપીને ગુજરાત ચલાવતા હતા.

હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર

1994માં આવેલી ફિલ્મ 'જ્વાર ભટ્ટા'થી તેમણે ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. ફિલ્મી જગતમાં પગ મૂક્યા બાદ તેમણે યૂસુફ ખાન નામ બદલીને દિલીપ કુમાર રાખ્યું હતું. વર્ષ 1949માં આવેલી 'અંદાજ' ફિલ્મથી તેમને એક અલગ ઓળખ મળી હતી.

હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર

દિલીપ કુમારને 1983માં ફિલ્મ 'શક્તિ', 1968માં 'રામ ઔર શ્યામ', 1965માં 'લીડર', 1961માં 'કોહિનૂર', 1958માં 'નયા દૌર', 1957માં 'દેવદાસ',1956માં 'આઝાદ',1954માં 'દાગ' માટે ફિલ્મફેરમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર

દિલીપ કુમારે 1960માં ફિલ્મ 'મુગલ-એ-આજમ'માં મુગલ રાજકુમાર જહાંગીરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ રિલીજ થઈ હતી. ત્યારબાદ 2004માં રંગીન બનાવવામાં આવી હતી. દિલીપ કુમાર રાજ્યસભાના સદસ્ય પણ રહી ચૂક્યા છે.

હિન્દી સિનેમાના પહેલા ખાનની ફિલ્મી સફર પર એક નજર

દિલીપ કુમારે તેનાથી 22 વર્ષ મોટી અભિનેત્રી સાયરા બાનો સાથે 11 ઓક્ટોબર,1966માં લગ્ન કર્યા હતા. બોલીવુડમાં જ્યારે પણ પ્રેમી યુગલની વાત કરવામાં આવે ત્યારે સાયરા બાનો અને દિલીપ કુમારનું નામ જરૂર આવે છે.

2015માં તેમને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. 1944માં દાદાસાહેબ ફાળકે અવોર્ડ પણ મળી ચુક્યો છે.

આ સિવાય પણ દિલીપ કુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક સમ્માન નિશાન-એ- ઈમ્તિયાજથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details