મુંબઈઃ સ્ટારપ્લસના લોકપ્રિય શૉ ‘દિલ તો હેપ્પી હે જી’ માં સિમ્મીનું પાત્ર ભજવનાર અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, તેણે ઘરમાં ફાંસી લગાવીને જીવન ટૂકાંવ્યું છે. હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી, ત્યારે તેણે અંગત જીવન હતાશાના હોવાના કારણે આ પગલું ભર્યુ હોવાની વાત ટૉક ઓફ ધ ટાઉન બની છે.
‘દિલ તો હેપ્પી હે જી’ સિરીયલની ટીવી અભિનેત્રી સેજલ શર્માએ કરી આત્મહત્યા - દીલ તો હેપ્પી હે ફેમ એક્સેટ્રેસ સેજલ શર્મા
સ્ટારપ્લસના લોકપ્રિય શૉ ‘દિલ તો હેપ્પી હે જી’ માં સિમ્મીનું પાત્ર ભજવનાર અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, સેજલે આજે સવારે આપઘાત કર્યો હતો. જો કે, હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ત્યારે તેણે પર્સનલ લાઈફમાં નિરાશ હોવાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
sejal sharma
લોકપ્રિય સીરિયલ ‘દિલ તો હેપ્પી હે જી’માં સેજલ સિમ્મી ખોસલાનું પાત્ર ભજવતી હતી. તેણે કેટલીક કોર્મશિયલ જાહેરાતમાં અને આમિર ખાન, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સાથે જાહેરાતોમાં કામ કર્યુ હતું. આ ઉપરાંત હાલમાં તેને ‘આઝાદ પરિંદે’ નામની વેબ સીરીઝમાં પણ કામ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, સેજલે ઈસ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ 1 જાન્યુઆરીએ કરી હતી. જેમાં તેણે પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતા પોતાની એક સુંદર તસવીર શેયર કરી હતી અને કેપ્શનમાં ‘હેપ્પી 2020’ લખ્યું હતું.