મુંબઇ: મુંબઇ: ફિલ્મ 'દિલ બેચારા' નું ત્રીજું ગીત 'ખુલ કે જીને કા તરીકા ' રિલીઝ થયું છે જેને પ્રખ્યાત સંગીતકાર એ આર રહેમાને કંપોઝ કર્યું છે. આ ગીતમાં સુશાંત અને સંજના સાંઘી જિંદગીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.
અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખેલા આ ગીતને અરિજીત સિંહ અને સાશા તિરુપતિ એ ગાયું છે. ગીતની ધૂનને રહેમાનના તમિલ ગીત 'કનનીલ ઓરુ થલી' માંથી લેવામાં આવી છે.