ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દિલ બેચારા'નો આ ડાયલોગ સાંભળ્યા બાદ થઇ જવાશે ભાવુક - સુશાંત ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'ના ટ્રેલરને જોઇ તેના ચાહકો ભાવુક થઇ રહ્યા છે. તેમજ તેનો એક ડાયલોગ પણ ઘણો ચર્ચામાં છે.

'દિલ બેચારા'નો આ ડાયલોગ સાંભળ્યા બાદ થઇ જવાશે ભાવુક
'દિલ બેચારા'નો આ ડાયલોગ સાંભળ્યા બાદ થઇ જવાશે ભાવુક

By

Published : Jul 7, 2020, 6:13 PM IST

નવી મુંબઈ: "ક્યારે જન્મવું અને ક્યારે મૃત્યુ પામવું એ આપણા હાથમાં નથી પરંતુ કેવીરીતે જીવવું એ તો આપણા હાથમાં છે." આ ડાયલોગ છે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નો જેનું ટ્રેલર સોમવારે લૉન્ચ થતા જ તેને કરોડો લાઈક્સ મળી ચૂકી છે. તેના આ ડાયલોગને લઈને સુશાંતના ચાહકો વધુ ભાવુક બની રહ્યા છે.

ટ્રેલર જોતા ઘણા ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે રિલ લાઇફમાં ફિલ્મના દરેક સિનમાં હસતો, હસાવતો જિંદગીની ફિલોસોફી સમજાવતો સુશાંત હવે રિયલ લાઈફમાં આપણી વચ્ચે નથી.

ટ્રેલર રિલીઝ થયા બાદ ફરહાન અખ્તર, કૃતિ સેનન, સૈયમી ખેર, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા બોલિવૂડ સેલેબ્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. "પ્રેમ આપણને આશા બંધાવે છે અને આપણી જિંદગી વધુ સારી બનાવે છે." આ ડાયલોગ ને પણ ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ ફિલ્મ 24 જુલાઈએ OTT પ્લેટફોર્મ ડિઝની અને હોટસ્ટાર પર રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details