ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ - દિલ બેચારા

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થયું છે. તેના ચાહકો આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત અને ભાવુક છે. આ ફિલ્મમાં અભિનેત્રી સંજના સાંઘી સુશાંત સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

dil-bechara-trailer-out-now
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ

By

Published : Jul 6, 2020, 5:31 PM IST

મુંબઈઃ દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં સુશાંત અને સંજના સાંઘીની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. સુશાંતના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. લોકોમાં ટ્રેલરનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના વાઈરસને કારણે આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. સુશાંતના ફેન ઈચ્છતા હતા કે, તેઓ તેમની છેલ્લી ફિલ્મ થિયેટરમાં જોઈને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી શકે. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન આ શક્ય નહોતું.

આવી સ્થિતિમાં આ ફિલ્મ ઓનલાઈન રિલીઝ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી મુખ્ય ભૂમિકામાં છે, જે 'દિલ બેચારા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સુશાંતના ચાહકો પણ આ ફિલ્મ અંગે ખૂબ જ ખુશ, ઉત્સાહિત અને ભાવુક છે. સુશાંતની 'દિલ બેચારા' ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે. આ ફિલ્મ 24 જુલાઈએ રિલીઝ થવાની છે.

ABOUT THE AUTHOR

...view details