- 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલને મળી શકે છે નવા દયાબેન
- દયાબેનના પાત્ર માટે Divyanka Tripathi ને કરવામાં આવી હતી ઓફર
- દિવ્યાંકાએ દયાબેનનું પાત્ર ભજવવાની ના પાડી હોવાના સમાચાર થયા વહેતાં
અમદાવાદઃ ખૂબ જ પ્રખ્યાત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરિયલ દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત સિરિયલ છે. આ સિરિયલના એક એક પાત્રમાં વિશેષતા જોવા મળી રહી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ સિરિયલમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Wakani) ગાયબ છે. હાલમાં દયાબેન વગર જ સિરિયલ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ દયાબેનને પરત લાવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. આ સાથે જ એવા સમાચાર આવી રહ્યાં છે કે, દયાબેનના પાત્ર માટે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને (Divyanka Tripathi) ઓફર કરવામાં આવી છે, પરંતુ આ ઓફર તેણે ઠુકરાવી દીધી છે. જોકે, દિવ્યાંકા તરફથી હજી સુધી આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલનું નામ કદાચ જ કોઈએ નહીં સાંભળ્યું હોય. આ સિરિયલ તેના વિવિધ પાત્રોના કારણે દેશભરમાં ખૂબ જ પ્રચલિત થઈ છે. સિરિયલમાં દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણીની (Disha Wakani) એક્ટિંગને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી દિશા વાકાણી આ સિરિયલથી દૂર છે. એક તરફ દયાબેનની વાપસીને લઈને ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ દયાબેને આ સિરિયલ છોડી દીધી છે તેવી ચર્ચા ચાલી રહી છે.