ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવૂડ સિંગર અરમાન મલિકે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટન કર્યું ડિલીટ - અરમાન

બોલીવૂડના મશહૂર સિંગર અરમાન મલિકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અચાનક ડિલીટ થઇ ગયું છે. તેમજ તેમણે એક પોસ્ટ પણ શેર કરી છે. જેને લઇ તેના પ્રશંસકો તેમની આ પોસ્ટને લઇને ચિંતિંત થયા છે.

did
અરમાન

By

Published : Mar 12, 2020, 1:30 PM IST

મુંબઇ: બોલીવૂડના મશહૂર સિંગર અરમાન મલિકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અચાનક ડિલીટ થઇ ગયું છે. એટલું જ નહીં અરમાને એક પોસ્ટ પણ શેર કરી છે.

આ પોસ્ટ બ્લેક સ્ક્રીન પર સફેદ રંગની શાહીથી લખવામાં આવી છે. અચાનક અરમાને તેની બધી પોસ્ટ ડિલીટ કરવાથી અને તેની આ પોસ્ટના કારણે તેમના ફેન્સ તેમને લઇને ચિંતિંત બન્યા છે. તેમજ અમુકે તો તેનું એકાઉન્ટ હેક થવાનું પણ કહ્યું હતું.

એક પ્રશંસકે તેની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘અરમાન શું થયું તમે અમને કહો, અને અરમાન આવું કેમ કરી રહ્યા છે, તે જાણવા કોમેન્ટ કરી રહ્યા છે.’ અરમાને પોતાનું એકાઉન્ટ પોતે જ ડિલીટ કરી નાખ્યું છે.

અરમાને પોતાની બધી પોસ્ટ ડિલીટ કરીને થોડા ટાઇમ પછી ટ્વિટર પર લખ્યું હતું કે, 'ચિંતા ના કરો, સમય જતા બધું સારું થઇ જશે.' તમને જણાવી દઇએ કે, અરમાને ટ્વિટ કરીને એક સેલ્ફી પણ શેર કરી હતી. આ સેલ્ફી સાથે તેણે 1 મિલિયન ફોલોઅર્સના જશ્નની પણ ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details