ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી દીયા મીર્ઝાના 15 ફ્રેબુઆરીએ લગ્ન, મુંબઇના બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા - દીયા મીર્ઝાના લગ્ન

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ લગ્ન કરવા જઈ રહી છે. દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ મુંબઈના ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કરશે. દિયા મિર્ઝાના આ લગ્ન મુંબઈમાં થશે અને તે એક નાનું ફંક્શન હશે. લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો વચ્ચે જ થશે.

અભિનેત્રી દીયા મીર્ઝા
અભિનેત્રી દીયા મીર્ઝા

By

Published : Feb 14, 2021, 7:27 AM IST

Updated : Feb 14, 2021, 7:54 AM IST

  • અભિનેત્રી દિયા મિર્ઝાના 15 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ લગ્ન
  • મુંબઇના બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા
  • અગાઉ 2019માં થયા હતા છુટાછેડા

મુંબઇ : આ દિવસોમાં બોલીવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આગાઉ નેહા કક્કડ-રોહનપ્રીત, આદિત્ય નારાયણ-શ્વેતા અગ્રવાલ, વરૂણ ધવન-નતાશા દલાલ બાદ હવે બોલીવૂડમાં વધુ એક ઢોલ વાગવાના છે. બોલીવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાને લઈને સમાચાર સામે આવ્યા છે, માહિતી મુજબ અભિનેત્રી દીયા મિર્ઝા 15 ફ્રેબુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઇ જશે, બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવાની છે. અભિનેત્રી દીયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે સાત ફેરા લેવાની છે. આ લગ્ન કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેવાના છે.

2019માં થયા હતા છુટાછેડા

તમને જણાવી દઈએ કે દીયા મિર્ઝાના આ બીજા લગ્ન છે. પહેલા તેના લગ્ન સાહિલ સંઘા સાથે થયા હતા. તે 11 વર્ષ ચાલ્યા હતા, ત્યારબાદ 2019મા બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દીયા મિર્ઝા અને સાહિલ બન્નેએ એક જ પોસ્ટ શેર કરી હતી.

દિયા અને વૈભવ ગયા વર્ષથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં હતા

દિયા મિર્ઝા અને વૈભવ રેખી તેમના સંબંધોને લઈને ગયા વર્ષથી ચર્ચામાં હતા. વર્ષ 2020 માં કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે દિયા મિર્ઝા અને વૈભવ રેખી એક બીજાને ડેટ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન વૈભવ અને દીયા વચ્ચે નિકટતા વધી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જો કે વૈભવ અને દીયાએ આ સંબંધ વિશે ક્યારેય મીડિયા સાથે વાત કરી નથી અને ન તો સોશિયલ મીડિયા પર વ્યક્ત થઈ છે.

Last Updated : Feb 14, 2021, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details