મુંબઇ: અભિનેત્રી-નિર્માતા દિયા મિર્ઝાના ડિજિટલ શૉ '# ડાઉનટૂ અર્થ વીથ ડી'માં એવા લોકોને પ્રસ્તુત કરશે, જે પ્રકૃતિને ચાહે છે અને જે તેને લઈને ચિંતિત છે. ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર સાથે દિયાની પહેલી વાતચીત થઈ, જેમાં ઘણી બાબતો બહાર આવી છે. જેમાં તે જણાવે છે કે, તેને પ્રકૃતિ સાથે ખૂબ પ્રેમ છે, એટલે તે લોકડાઉના સમયમાં પ્રકૃતિ સાથે દિવસ પસાર કરે છે.
લોકડાઉનઃ દિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ લાઇવ શૉ શરૂ કર્યો, #DownToEarthWithDee - કોરોના વાઈરસ ન્યૂઝ
દિયા મિર્ઝાએ લોકડાઉન દરમિયાન એક નવો ઇન્સ્ટાગ્રામ લાઇવ શૉ ;#ડાઉનટૂ અર્થ વીથ ડી' શરૂ કર્યો છે. જેમાં સેલિબ્રિટી મહેમાનો પ્રકૃતિ સહિતની અન્ય બાબતો વિશે વાત કરશે. દિયાની પહેલી મહેમાન ઝોયા અખ્તર અને બીજી છે શ્રેયા ઘોષાલ હતી.
'#ડાઉનટૂ અર્થ વીથ ડી'માં જોયાને તેના પ્રથમ અતિથિ તરીકે પસંદ કરવા વિશે અભિનેત્રીએ કહ્યું હતું કે, 'ઝોયા અને હું વર્ષોથી વન્ય જીવન, બચાવ, ઇકોલોજીકલ સંતુલન અને આવી વાર્તાઓ વિશે વાત કરી રહ્યાં છીએ. તેને ખૂબ સારી જાણકારી છે. તેનામાં જુસ્સો છે અને સહાનુભૂતિ છે અને ખૂબ જ પ્રતિભાશાળી પણ છે.'
દિયાની બીજી મહેમાન શ્રેયા ઘોષાલ હતી. તેમના વિશે દિયાએ કહ્યું કે, 'શ્રેયા ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર અને એક ઉમદા વ્યક્તિ છે. તેના અવાજથી આપણા જીવનમાં આનંદ લાવે છે. તે એક એવી વ્યક્તિ પણ છે, જે હંમેશા જંગલી જીવન અને પ્રકૃતિ માટે સમય લેતી હોય છે. દિયાના આ બુધવારના શૉમાં ઘણા વધુ સેલિબ્રિટી ગેસ્ટ્સ દેખાવા જઈ રહ્યા છે. તેમનું માનવું છે કે #ડાઉનટૂ અર્થ વીથ ડી દ્વારા થતી ચર્ચાઓ લોકોને કુદરત સાથેના તેમના સંબંધોને સુધારવા પ્રેરણા આપશે.