ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સલમાન ખાન માટે ધોની 'દબંગ' છે - Batsman Kedar Jadhav

મુંબઇ: બોલીવૂડ સુપરસ્ટાર સલમાનખાને કહ્યું કે, મારો મનપસંદ ક્રિકેટર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે. કારણ કે, તે એક દબંગ ખેલાડી છે.

dhoni
સલમાન

By

Published : Dec 15, 2019, 11:17 PM IST

સુપરસ્ટાર સલમાનખાનનો મનપસંદ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. રવિવારે ચુલબુલ પાંડે કહ્યું હતું કે, તે એક દબંગ ખેલાડી છે.

સ્ટાર સ્પોર્ટ્સના પ્રી-શો નેરોલેક ક્રિકેટ લાઇવ પર સલમાને બેટ્સમેન કેદાર જાધવ સાથેના તેના સંબધ વિશે વાત કરી હતી. તેમણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની 'દબંગ' શૈલીની પ્રશંસા કરી હતી. સલમાને કહ્યું કે, તે વ્યકિતગત રીતે કેદાર જાધવને ઓળખે છે. તેમજ મારો પ્રિય ક્રિકેટર એમ.એસ. ધોની છે. કેમ કે, તે એક દબંગ ખેલાડી છે.

સલમાનની સાથે એમના સહ -કલાકાર કિચ્ચા સુદીપ પણ ત્યાં ઉપસ્થિત હતા. તે 'દબંગ 3'માં ખલનાયકની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, જે ખેલાડી જે દિવસે સારુ રમે છે. તે દિવસે તે મારો પ્રિય ખેલાડી છે. પરંતુ આપણે ચાહકો તરીકે જે જોઈએ છીએ. તે પ્રત્યેક ખેલાડી એક બીજા માટે આદર રાખે છે. મારો પ્રિય ખેલાડી અનિલ કુંબલે સર છે. અને મને રોહિત શર્મા પણ ગમે છે.

સલમાન અને સુદીપની 'દબંગ 3' 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે. તેમજ સોનાક્ષી સિંહા અને સઇ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details