ધનુષે પત્રકારોંને જણાવ્યું કે, "હું થોડા જ સમયમાં આનંદ એલ. રાયની સાથે કામ કરીશ. હું હિન્દી ફિલ્મ કરવા જઈ રહ્યો છું. જેની જાહેરાત જલ્દી થશે."
ફરી એક વખત આનંદ એલ. રાય સાથે કામ કરશે ધનુષ - Gujarati News
મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર ધનુષે મંગળવારે કહ્યું કે, "રાંઝણા"ના નિર્દેશક આનંદ એલ. રાયની સાથે જલ્દી કામ કરશે. દક્ષિણમાં સફળ કારકિર્દી બાદ અભિનેતાએ 2013માં સુપરહિટ રોમાન્ટિક ફિલ્મ "રાંઝણા"થી હિન્દી ફિલ્મમાં શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેમની સાથે સોનમ કપૂર પણ જોવા મળી હતી.
![ફરી એક વખત આનંદ એલ. રાય સાથે કામ કરશે ધનુષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3481454-thumbnail-3x2-dhanush.jpg)
dhanush
ફરી એક વખત આનંદ એલ રાય સાથે કામ કરશે ધનુષ
"રાંઝણા" બાદ અભિનેતા ધનુષ "શમિતાભ"માં પણ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, તે બૉલીવુડમાં સારી "પટકથા"ની રાહ જોઈ રહ્યા છે. ધનુષ પોતાની આંતરાષ્ટ્રીય ફિલ્મ "ધ એક્સ્ટ્રાઑર્ડિનરી જર્ની ઑફ ધ ફકીર"ના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન કહ્યું હતું. ફિલ્મના નિર્દેશક કેન સ્કોટે કર્યુ છે. આ રોમન પ્યૂર્ટોલાસની બૂક "ધ એક્સ્ટ્રાઑર્ડિનરી જર્ની ઓફ દ ફકીર હૂ ગૉટ ટ્રૈપ્ડ ઈન એન આઈકિયા વાર્ડરોબ" પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મ 21 જૂનના રિલીઝ થવાની છે.