માધુરી દીક્ષીતે ટ્વીટના કેપ્શનમાં લખ્યું હતું કે, 'હેપી બર્થ ડે ડ્રીમ ગર્લ હેમાજી. તમારો દિવસ તમારા જેટલો જ સુંદર રહે. તમારૂ માર્ગદર્શન અને પ્રતિભા પ્રેરણારૂપ છે.'
ધક-ધક ગર્લની ડ્રીમ ગર્લને જન્મદિનની વિશેષ શુભેચ્છા - ફિલ્મ ફેર લાઈફ ટાઈમ અચીવમેંટ ઍવોર્ડ
મુંબઈઃ બૉલીવુડની જાણીતી અભિનેત્રી હેમા માલિનીનો આજે 71મો જન્મ દિવસ છે. બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષીતે મનમોહક અભિનેત્રી હેમા માલિનીને તેના 71માં જન્મદિન નિમિત્તે ટ્વીટર પર સુંદર ટ્વીટ કરી શુભેચ્છા આપી હતી.
16 ઓગષ્ટ, 1948ના રોજ જન્મેલી માધુરી દેશની પ્રસિધ્ધ અને સન્માનિત અભિનેત્રીમાંથી એક છે. પદ્મ શ્રી સાથે ફિલ્મ ફેરમાં 11 વાર નામાંકન પણ મળ્યું છે. તેમની છેલ્લે સીતા ઔર ગીતા(1973) માટે પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો. તે પોતાના સમયની ખ્યાતનામ અભિનેત્રી અને ડાન્સર હતી.
હેમા માલિનીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની રાજકારણમાં પ્રવેશ કર્યો. તેણે 2014માં લોકસભામાં તેની પસંદગી થઈ. ફિલ્મ ફેર લાઈફ ટાઈમ અચીવમેંટ ઍવોર્ડ વિજેતા હેમા માલિનીની છેલ્લી ફિલ્મ તેલુગુ ભાષામાં 'ગૌતમીપુત્ર સાતકર્ણિ' હતી.