ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માધુરીનો નવો અંદાજ જોઈ ફેન્સ બોલ્યા, માર ડાલા - madhuri dixit

બોલીવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતે (Madhuri Dixit) સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી તેમના ચાહકોને પ્રભાવિત કરી દીધા છે. અભિનેત્રી માધુરી દિક્ષિત અવાર-નવાર સોશિયલ મીડિયા પર નવા નવા ફોટોઝ અને વીડિયોથી ચર્ચામાં રહે છે, તેનનો ચોલી વાડો નવો લુક જોઇ ફેન્સે ખૂબજ સારી પ્રતિક્રિયા આપી હતી.

માધુરીનો નવો અંદાજ જોઈ ફેન્સ બોલ્યા, માર ડાલા
માધુરીનો નવો અંદાજ જોઈ ફેન્સ બોલ્યા, માર ડાલા

By

Published : Jun 25, 2021, 4:31 PM IST

  • માધુરી દિક્ષિતે (Madhuri Dixit)સોશિયલ મીડિયા પર અનેક લોકોને કર્યા ઘાયલ
  • સોશિયલ મીડિયા પર માધુરી દિક્ષિતે નવા લુકમાં ફોટોઝ કર્યા શેર
  • માધુરી દિક્ષિત ચોલી સાથે ફોટોઝ કર્યા શેર

અમદાવાદઃ જૂની પેઢી હોય કે નવી પેઢી દરેક વ્યક્તિ બોલીવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિત(Madhuri Dixit)ના ફેન્સ છે. આજકાલ માધુરી દિક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે, ત્યારે ફરી એક વાર માધુરી દિક્ષિત પોતાના નવા અંદાજને લઈને ચર્ચામાં આવી છે. માધુરી (dhak dhak gir)એ આ વખતે સોશિયલ મીડિયા પર ચોલી પહેરેલો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં માધુરી દિક્ષિતને જોઈને લાગી રહ્યું છે કે, તે પોતાની ફિટનેસનું કેટલું ધ્યાન રાખે છે. અભિનેત્રી માધુરી દિક્ષિત અવાર-નવાર સોશિયલ મીડિયા પર નવા નવા ફોટોઝ અને વીડિયોથી ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એક વાર તેનો નવો લુક સામે આવ્યો છે. આ વખતે માધુરીએ જે ફોટો શેર કર્યો છે. તેમાં માધુરીની ચોલીની ડિઝાઈન ખૂબ જ જોરદાર અને અલગ છે.

માધુરીનો નવો અંદાજ જોઈ ફેન્સ બોલ્યા, માર ડાલા

આ પણ વાંચોઃસુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'ના 26 વર્ષ!, માધુરીએ ટ્વીટર પર શેર કરી તસ્વીરો

ફોટોઝ શેર કરીને માધુરીએ પોતાના ફેન્સને આપી નવી ગિફ્ટ

સોશિયલ મીડિયા પર નવા લુકમાં જોવા મળતી માધુરી(Madhuri Dixit)ને જોઈને તેના ફેન્સે ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી છે. માધુરીના ફેન્સ તેના નવા ફોટોઝ જોને બોલ્યા માર ડાલા. માધુરી દિક્ષિત સોશિયલ મીડિયાની સાથે સાથે રિયાલિટી શો અને ફિલ્મોમાં પણ સતત એક્ટિવ છે. માધુરીની એક ઝલક જોવા માટે આજે પણ લોકો કલાકો સુધી રાહ જોવે છે. માધુરી પોતાની ફિલ્મો સાથે જોડાયેલી યાદોના ફોટોઝ પણ અવાર-નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

માધુરીનો નવો અંદાજ જોઈ ફેન્સ બોલ્યા, માર ડાલા

ABOUT THE AUTHOR

...view details