ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ધક ધક ગર્લ માધુરીએ અભિનેત્રી ઉર્મિલા માતોડકર સાથે 'તુ શાયર હૈ' ગીત પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાઈરલ - ગીત 'તુ શાયર હૈ'

બોલિવુડ અભિનેત્રી ધક ધક ગર્લ માધુરી દિક્ષિત સોશિયલ મીડિયા પર પોતાના વીડિયોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તે અવારનવાર પોતાના ડાન્સના વીડિયો શેર કરતાં રહે છે. ત્યારે હાલમાં જ માધુરીએ પોતાની જ ફિલ્મના ગીત પર એક વીડિયો શેર કર્યો છે. જોકે, આ વીડિયોમાં તેની સાથે બીજી અભિનેત્રી ઉર્મિલા માતોડકર પણ ડાન્સ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો અત્યારે ધૂમ મચાવી રહ્યો છે.

ધક ધક ગર્લ માધુરીએ અભિનેત્રી ઉર્મિલા માતોડકર સાથે 'તુ શાયર હૈ' ગીત પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાઈરલ
ધક ધક ગર્લ માધુરીએ અભિનેત્રી ઉર્મિલા માતોડકર સાથે 'તુ શાયર હૈ' ગીત પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાઈરલ

By

Published : Aug 31, 2021, 12:13 PM IST

  • બોલિવુડ અભિનેત્રી ધકધક ગર્લ માધુરીએ ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
  • માધુરી દિક્ષિતે અભિનેત્રી ઉર્મિલા માતોડકર સાથે ડાન્સ કરતો એક વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં બંને અભિનેત્રી સાજન ફિલ્મના ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યાં

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી ધક ધક ગર્લ માધુરી દિક્ષિત હાલમાં એક ડાન્સ શો જજ કરી રહ્યાં છે. ત્યારે માધુરી અવારનવાર આ શોના સેટ પરથી નાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. ત્યારે હાલમાં માધુરીએ આ સેટ પરથી ફરી એક વાર ડાન્સ વીડિયો બનાવ્યો છે, જેમાં તેમની સાથે અભિનેત્રી ઉર્મિલા માતોડકર પણ ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો-Happy Birthday: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ

ફિલ્મ સાજન વર્ષ 1991માં રિલીઝ થઈ હતી

ઉલ્લેખનીય છે કે, માધુરીની ફિલ્મ સાજનને સોમવારે 30 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મ વર્ષ 1991માં રિલીઝ થઈ હતી, જે ખૂબ જ મોટી હિટ ફિલ્મ હતી. તેની ઉજવણી નિમિત્તે માધુરીએ ઉર્મિલા માતોડકર સાથે મળીને આ વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો-ગાયક ગુરુ રંધાવાનો આજે જન્મદિવસ, જાણો નાના સ્ટેજથી બોલિવૂડ ફિલ્મો સુધી કેવી રીતે પહોંચ્યા

માધુરીએ ઉર્મિલાનો આભાર વ્યક્ત કર્યો

અભિનેત્રી માધુરી દિક્ષિતે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં ઉર્મિલા માતોડકરનો આભાર વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં આ બંને અભિનેત્રી સાજન ફિલ્મનું ગીત 'તુ શાયર હૈ' પર ડાન્સ કરતી જોવા મળી રહ્યાં છે. માધુરીએ લાલ કલરનો ઈન્ડિયન આઉટફિટ પહેર્યો છે. જ્યારે ઉર્મિલાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહ્યાં છે. જોકે, માધુરીના આ વીડિયોને અત્યાર સુધી 2.40 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે, ઉર્મિલા હાલમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ અનેક વખત રિયાલિટી શોમાં દેખાતાં રહે છે.

ABOUT THE AUTHOR

...view details