ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"બીગ બોસ" સ્ટાર્સને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાંખવાની ધમકી - દેવોલિના ભટ્ટાચાર્જી

દેવોલિના ભટ્ટાચાર્જીએ તેના ટ્વિટર પર મુંબઇ પોલીસને ટેગ કરતા એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં એક મહિલા રશ્મિ દેસાઇ અને સિદ્ધાર્થ શુક્લા, અરહાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે.

"બીગ બોસ" સ્ટાર્સને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની મળી ધમકી
"બીગ બોસ" સ્ટાર્સને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની મળી ધમકી

By

Published : Apr 22, 2020, 6:38 PM IST

મુંબઇ: 'ગોપી બહુ' તરીકેની ભૂમિકા માટે જાણીતી ટીવી સ્ટાર દેવોલિના ભટ્ટાચાર્જીને તાજેતરમાં જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ધમકી આપતી મહિલાએ 'બિગ બોસ' ફેમ ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની પણ જાનથી મારવાની ધમકી આપી હતી.

અભિનેત્રી દેવોલિનાએ તેના ટ્વિટર પર ધમકીભર્યા સંદેશનો સ્ક્રીનશોટ શેર કરતાં મુંબઇ પોલીસને જાણ કરી હતી. પોસ્ટ જોઈને લાગે છે કે મેસેજિંગ વુમન 'બિગ બોસ' અરહાન ખાનની ચાહક લાગી રહી છે અને આ આખો મામલો અરહાન અને રશ્મિના સંબંધોથી સંબંધિત છે.

મોકલેલા ધમકીભર્યા સંદેશમાં મહિલાએ લખ્યું છે કે 'તમે વારંવાર અરહાનને બદનામ કરી રહ્યા છો. અને તમે આ બધું જેના માટે કરી રહ્યા છો એક વાત યાદ રાખજો, તમે બન્નો મૃતદેહ પણ કોઇને નહીં મળે. હું રશ્મિ અને સિદ્ધાર્થ શુક્લા વિશે વાત કરી રહ્યું છેું. આજ પછી તમારું મોં બંધ રાખવું. જો હવે અરહાન વિરુદ્ધ કંઈપણ બોલશે તો તેનો છેલ્લો દિવસ હશે.

સ્ક્રીનશોટ શેર કરતાં અભિનેત્રીએ ટ્વિટર પર મુંબઇ પોલીસને લખ્યું કે,આ સંદેશ એક વાર તપાસો જેમાં મને મારી નાખવાની ધમકી મળી રહી છે. તમને વહેલી તકે કાર્યવાહી કરવા વિનંતી છે.

આ ટ્વિટ થોડીક મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું અને ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈ પોલીસના સાયબર સેલે પણ આ અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી અને અભિનેત્રીને નંબર શેર કરવાનું કહ્યું હતું.

મહત્ત્વની વાત એ છે કે દેવોલિના, રશ્મિ, અરહાન અને સિદ્ધાર્થ ત્રણેય 'બિગ બોસ' સીઝનનો ભાગ રહી ચુક્યા છે. જ્યાં રશ્મિ અને અરહાનનો સંબધ તૂટી ગયો કારણ કે રશ્મિને અરહાનની પૂર્વ પત્ની અને બાળક વિશે ખબર પડી ગઇ હતી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details