ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ 'ફ્રોજન-2' ને હિન્દી વર્ઝનમાં ડબ કરવા બદલ જોશ ગાડે દેવેન ભોજાણીની કરી પ્રશંસા - 'ફ્રોઝન' ફિલ્મ

'ફ્રોજન' ફિલ્મ સિરીઝના હિટ પાત્ર 'ઓલાફ'ની ભૂમિકા ભજવનાર હોલિવૂડ અભિનેતા જોશ ગાડે દેવેન ભોજાણીને 'ફ્રોજન-2'ના હિન્દી વર્ઝનમાં ડબ કરવા બદલ તેની પ્રશંસા કરી હતી. અસલી ઓલાફ તરફથી મળેલી પ્રશંસાથી ભોજાણી ખૂબ ખુશ થયો છે.

ફિલ્મ 'ફ્રોઝન 2' ને હિન્દી વર્ઝનમાં ડબ કરવા બદલ જોશ ગાડે દેવેન ભોજાની કરી પ્રશંસા
ફિલ્મ 'ફ્રોઝન 2' ને હિન્દી વર્ઝનમાં ડબ કરવા બદલ જોશ ગાડે દેવેન ભોજાની કરી પ્રશંસા

By

Published : Jun 13, 2020, 8:34 PM IST

મુંબઇ: અભિનેતા દેવેન ભોજાણી હોલિવૂડના અભિનેતા જોશ દ્વારા મળેલી પ્રશંસાથી ખૂબ જ ખુશ છે. જોશે પ્રખ્યાત પાત્ર 'ઓલાફ' ની ભૂમિકા ભજવી હતી. જોશ ગાડને લોકપ્રિય એનિમેટેડ પાત્ર ઓલાફ માટે કરવામાં આવેલી હિન્દી ડબિંગ ખૂબ પસંદ આવ્યું હતુ. દેવેને કહ્યું હતુ કે, જ્યારે તેણે કામ શરૂ કર્યું ત્યારે તે થોડો નર્વસ હતા.

તાજેતરમાં જોશે ટ્વિટર પર 'ફ્રોજન 2'ના હિન્દી વર્ઝનમાંથી ઓલાફ પાત્રની એક ક્લિપ શેર કરી હતી. ઓલાફ એક સ્નોમેન છે જે 'ફ્રોજન' ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાં જોવા મળ્યો હતો.

જોશે આ ક્લિપ પોસ્ટ કરી અને લખ્યું, 'મને લાગે છે કે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ કે તે હું નથી, પરંતુ જેણે ડબ કર્યો છે, તે મને ગમ્યું છે.' ભોજાણીએ 'ફ્રોજન 2' આ ફિલ્મના હિંદી વર્ઝનમાં સ્નોમેન માટે ડબ બનાવ્યો હતો, તે જોશની પ્રશંસાથી ગભરાઈ ગયો હતો.

દેવેને કહ્યું, 'જ્યારે ઓલાફે સ્વીકાર્યું ત્યારે ખૂબ સારું લાગ્યું હતું. આ પાત્રને વિશ્વભરમાં ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી સાચું કહું તો, હું શરૂઆતમાં થોડો નર્વસ હતો, કારણ કે મારે તેની બરાબરી કરવાની હતી. તેમ છતાં, મને ડબ કરતી વખતે ખૂબ જ મજા આવી અને હું ખૂબ ખુશ છું કે જોશને પણ તે જોઈને આનંદ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details