- અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Actress Priyanka Chopra)એ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યા ફોટો
- ફોટોમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Actress Priyanka Chopra) પતિ સાથે ગોલ્ફ રમતી જોવા મળી
- પ્રિયંકાના અલગ અંદાજથી તેના ફેન્સ સહિત સેલિબ્રિટીઝે કમેન્ટ શેર કરી
અમદાવાદઃ બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે પતિ નિક જોનસ સાથે ગોલ્ફ રમતી જોવા મળી રહી છે. હાલમાં પ્રિયંકા ચોપરા હળવા મુડમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરા હંમેશા સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં જોવા મળે છે.
આ પણ વાંચો-બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો શેર કરતા આપી ખાસ ચેતવણી
ગોલ્ફ રમતી જોવા મળી પ્રિયંકા
હાલમાં ફરી એક વાર પ્રિયંકાએ આવા ગોલ્ફ રમતા ફોટો શેર કર્યા છે, જેનાથી તેના ફેન્સમાં ઘણી ખુશી જોવા મળી રહી છે. પ્રિયંકા હંમેશા કોઈકને કોઈક ઈવેન્ટના ફોટો શેર કરતી જ રહે છે. આ ફોટોમાં પ્રિયંકા ગોલ્ફ રમી રહી છે. જ્યારે બીજા ફોટોમાં તેના પતિ નિક જોનસ અને મિત્રો સાથે હળવી પળ માણી રહ્યા છે.
આ પણ વાંચો-ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો વીડિયો વાઈરલ
પ્રિયંકા અનેક ફિલ્મોમાં જોવા મળશે
આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા છેલ્લે 'ધ વ્હાઈટ ટાઈગર' અને 'ધ સ્કાઈ ઈઝ પિન્ક' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મોમાં અભિનય સિવાય પ્રિયંકા પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. પ્રિયંકાએ હાલમાં જ એક ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ 'જી લે ઝરા'ની જાહેરાત કરી છે. આ સિવાય પ્રિયંકા પાસે ટેક્સ્ટ ફોર યુ અને સિટાડેલ જેવી ફિલ્મો પણ છે.