- 'ઈન્સ્ટાગ્રામ' પર કંગનાની ટિપ્પણીઓ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક
- કંગના રનૌતને 6 ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર થવાનું રહેશે
- શીખ સમુદાય તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની (Delhi Legislative Assembly) શાંતિ અને સંવાદિતા સમિતિએ અભિનેત્રી કંગના રનૌતની (Actress Kangana Ranaut) શીખ ધર્મની (sikhism) સામે તેની વિવાદસ્પદ ટિપ્પણીને લઈને પાઠ ભણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, કંગનાને 6 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની આગેવાની હેઠળની સમિતિ સમક્ષ હાજર થવાનુ કહેવામાં આવ્યું છે. કંગના રનૌતને શીખ ધર્મ વિશેની વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી (Offensive comment) માટે પાઠ ભણાવવામાં આવ્યો છે.
'ઈન્સ્ટાગ્રામ' પર કંગનાની ટિપ્પણીના કારણે નોટીસ
સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈન્સ્ટાગ્રામ' પર કંગનાની ટિપ્પણીઓ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી (Offensive comment) હોવાની ફરિયાદોના આધારે નોટિસ જારી કરવામાં આવી છે અને કંગના રનૌતને 6 ડિસેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ફરિયાદોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંગનાએ તેની કથિત પોસ્ટમાં શીખ સમુદાયને ખાલિસ્તાની આતંકવાદી ગણાવ્યા હતા.