મુંબઈ: ટીવીની મશહૂર અભિનેત્રી દીપીકા સિંહ જે 'દિયા ઓર બાતી'માં તેની ભૂમિકા માટે પ્રખ્યાત છે. તેણે વીડિયો શેર કરતાં જણાવ્યું કે, તેની માતા કોરોના વાીરસ પોઝિટિવ છે. તેણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પાસે મદદ માગી છે.
દીપિકાએ જણાવ્યું હતું કે, તેનો પરિવાર એક સાથે રહે છે, અને જે હોસ્પિટલમાં તેની માતાની સારવાર કરવામાં આવી છે, ત્યાંથી રિપોર્ટ પણ આવ્યો નથી. અને કોઇ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા તૈયાર નથી.
તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું કે, હું મુંબઇમાં ફસાઇ ગઇ છું, અને મારી માતાને કોઇ હોસ્પિટલમાં દાખલ કરવા તૈયાર નથી. તેણે વધુમાં જણાવ્યું કે, મારી દાદીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમજ પિતામાં પણ લક્ષણ દેખાય રહ્યા છે. જો મારી માતાને જલ્દીથી કોઈ હોસ્પિટલમાં મોકલવામાં નહીં આવે તો ખતરો વધી જશે.
અભિનેત્રીએ વીડિયો સાથે લખ્યું, 'મને આશા છે કે, કોઈ સંબધિત વ્યકિત તેના આ વીડિયોને જોશે, અને મારી માતા તેમજ મારા પરિવારને મદદ કરશે.'