મુંબઈ: બૉલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને એક લાઇવ સેશન દરમિયાન જણાવ્યું કે, દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. અભિનેતાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
એક લીડિંગ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા લાઇવ સેશનમાં વાત કરતા કાર્તિકને પૂછવામાં આવ્યું કે, કે કેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે, ત્યારે તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, 'હું દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છું છું.' તેમણે કહ્યું કે, 'કોઇ એવી જે પોતાના પતિ પર ગર્વથી શોઓફ કરે.'
વધુમાં જણાવીએ તો દીપિકા અને રણવીર સિંહે 2018માં લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર સોશિયલ મીડિયામાં એકબીજાના ફોટાઓ શેર કરતા રહે છે. જે બાદ કાર્તિકને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે કૈટરીના કૈફની સાથે સ્ક્રીન ક્યારે શેર કરશે તો તેમણે કહ્યું કે, જો કે, હું દીપિકા પાદુકોણની સાથે પણ સારો લાગુ છું. તો શું તમને અમારી પેયરિંગ ગમશે?