ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દીપિકા પાદુકોણે ઈરફાન ખાનને યાદ કરી વીડિયો કર્યો શેર - Bollywood news

'પીકુ'ના 5 વર્ષ પૂરા થવા પર દીપિકાએ ઇરફાન ખાનને યાદ કર્યા હતાં. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો અને ઈરફાનને તૂટેલા હૃદયથી પાછા આવવા વિનંતી કરી હતી.

Etv bharat
Deepika padukon

By

Published : May 9, 2020, 5:05 PM IST

મુંબઈઃ ગત દિવસોમાં જ ક્રિટિકલી અક્લેમ્ડ ફિલ્મ 'પીકુ'ના 5 વર્ષ પૂરા થયાં છે. આ તકે કલાકારો દ્વારા ફિલ્મનો મહત્વનો હિસ્સો રહી ચૂકેલા સ્વર્ગીય ઈરફાન ખાનને યાદ કર્યા હતાં. તાજેતરમાં જ ઈરફાન ખાનના નિધને બૉલીવૂડને હચમચાવી દીધું છે. 'પીકુ' ફિલ્મના પાંચ વર્ષ પુરા થતાં અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈરફાન ખાનને યાદ કર્યા હતાં.

દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શનિવારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઈરફાન ખાન અને દીપિકા બંને પીકુ ફિલ્મના શૂંટિગ દરમિયાન ટેનિસ રમતા જોવા મળી રહ્યાં છે. અભિનેત્રીએ વીડિયો શેર કરતાં લખ્યું કે,' પ્લીજ પાછા આવી જાવ ઈરફાન ! આ સાથે જ તેમણે બ્રોકન હાર્ટ ઈમોજીનો ઉપયોગ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં અત્યાર સુધીમાં આ વીડિયોને 38 લાખ કરતાં પણ વધારે લોકો જોઈ ચૂક્યાં છે.

શુક્રવારે અભિનેત્રીએ તેના કો-સ્ટાર ઈરફાન ખાનની યાદમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાંં દીપિકા પાદુકોણ, ઈરફાન ખાન અને તે સિવાય નિર્દેશક શૂજિત સિરકાર પણ જોવા મળી રહ્યાં છે. આ ફોટો સાથે મસતાની ગર્લે કેપ્શનમાં એક કવિતા લખી છે. જે કવિતા દરેક ફેન્સના દિલને સ્પર્શ કરી જાય છે.

ABOUT THE AUTHOR

...view details