માનસિક સ્વાસ્થ્ય અંગે જાગ્રતતા (મેન્ટલ હેલ્થ અવેરનેસ) લાવવા માટે દીપિકાને 26મો વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કાર એનાયત કરાયો છે. આ ઉપરાંત તે 2020માં દાવોસ વિજેતાઓની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી છે.
આ એવોર્ડ વિશે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, "આ બીમારીથી 30 કરોડથી વધુ લોકો પીડાઈ રહ્યા છે. વધુ પડતો તણાવ એ માનસિક વિકલાંગતાનું કારણ છે. જે માણસને અંદર-અંદર મારવાનું કામ કરે છે અને આવી બીમારીઓમાં પહેલા કરતા વધારો થયો છે. આ એક છૂપી બીમારી છે. જે સામાજિક બોજ નીચે દબાઈ ગઈ છે. આથી તેની સામે આપણે લડવાની જરૂર છે. નહીં કે બીમારી છૂપાવવાની."