ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું '83'નું પોસ્ટ પ્રોડક્શન દિપીકા સંભાળશે? - entertainment news

ફિલ્મ '83'ના પ્રોડ્યુસર, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ગૃપના સીઈઓ શિબાશિષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફિલ્મજગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન અભિનેત્રી દીપિકા પાદુકોણ સંભાળશે. આ અફવામાં કેટલું તથ્ય છે તેનો ખુલાસો થઇ ગયો છે.

દિપીકા પાદુકોણ આવનારી ફિલ્મ  '83'નું પોસ્ટ પ્રોડક્શન સંભાળે તેવી શક્યતા
દિપીકા પાદુકોણ આવનારી ફિલ્મ '83'નું પોસ્ટ પ્રોડક્શન સંભાળે તેવી શક્યતા

By

Published : Jun 2, 2020, 10:29 PM IST

મુંબઈ: આજકાલ ફિલ્મજગતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ફિલ્મ '83'ના પ્રોડ્યુસર, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ગૃપના સીઈઓ શિબાશિષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફિલ્મજગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન અભિનેત્રી દીપિકા પાદુકોણ સંભાળશે. પરંતુ આ વાત માત્ર એક અફવા સાબિત થઇ છે.

'83'ની ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યા મુજબ, ''કોરોના મહામારીના આ સમયમાં અફવાઓ પર ધ્યાન આપવા કરતા આપણે એકબીજાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. દીપિકા પાદુકોણ આ ફિલ્મનો એક અભિન્ન ભાગ છે. પરંતુ જ્યારે કબીર ખાન જેવા એક સફળ નિર્દેશક પોસ્ટ પ્રોડક્શન પર ધ્યાન આપી રહ્યા હોય ત્યારે અન્ય કોઈએ કશું જ કરવાની જરૂર નથી.''

ABOUT THE AUTHOR

...view details